સિદ્ધાર્થ શુક્લાના નિધન બાદ હાલ કેવી છે શહનાઝ ગિલની હાલત ? અભિનવ શુક્લાએ આપી માહિતી 

  • September 14, 2021 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર દરમિયાન શહેનાઝ ગિલની જે હાલત જોવા મળી હતી તે જોઈ બધા લોકો ચિંતિત બન્યા છે. શહનાઝની હાલત જોઈને દરેકની આંખો ભીની થઈ ગઈ હતી. ઘણા બધા ચાહકો જાણવા માંગે છે કે, શહનાઝની હાલત હવે કેવી છે ? આ દરમિયાન, અભિનેતા અભિનવ શુક્લા અને રૂબીના દિલૈકે શહેનાઝની પરિસ્થિતિ પર વાત કરી હતી. 

 

અભિનવ શુક્લાએ ખુલાસો કર્યો કે તે અને તેની પત્ની રૂબીના શહેનાઝની માતાને મળ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે, 'શહનાઝ હવે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે. તેણે કહ્યું, 'હું તેમના માટે પ્રાર્થના કરું છું. હું ઈચ્છું છું કે શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના પરિવારને શક્તિ મળે. હું અને રૂબીના તેની માતાને મળ્યા અને તે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહી છે. હું પ્રાર્થના કરું છું કે ભગવાન તેમના દુ:ખને શાંત કરે.'

 

અભિનવ શુક્લ અને સિદ્ધાર્થ શુક્લાએ 2004માં Gladrags Manhunt અને Megamodel Contestથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનવે આગળ વાત કરતા કહ્યું કે, 'અમે એક સાથે બાબુલ કા આંગન માં કામ કરી અમારી કારકિર્દીની શરૂઆત કરી હતી. તે એક હોંશિયાર માણસ હતો, અમને બંનેને બાઇકનો શોખ હતો. તેનુ અકાળે થયેલું અવસાન આપણે બધાને દિલથી દુખી કરી દીધા છે. મારી પ્રાર્થના તેના પરિવાર સાથે છે.'


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS