ટીમ ઇન્ડિયાની વધતી મુશ્કેલી - કોહલી, રહાણે ફીટ નથી, આવેશ ખાનના અંગુઠામાં ગંભીર ઈજા

  • July 21, 2021 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિયમિત ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટેસ્ટ વાઈસ કેપ્ટન અજિંક્ય રહાણેને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જેથી તે બંનેને કાઉન્ટી ઇલેવન (સિલેકટ કાઉન્ટી ઇલેવન) ની સામેની ફર્સ્ટ- ક્લાસ વોર્મ-અપ મેચમાંથી આરામ અપાયો હતો.
 

 


આ મેચમાં વિરોધી ટીમ તરફથી રમતા ભારતનો રિઝર્વ ફાસ્ટ બોલર આવેશ ખાન ઈજાગ્રસ્ત થયો હતો. હનુમા વિહારીના શોટને રોકતી વખતે તેને આ ઈજા થઈ હતી. 

 

 

બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે મીડિયા રિલીઝમાં જણાવ્યું હતું કે, “ કોહલીને સોમવારે મોડી સાંજે તેની પીઠ થોડી જકડાઈ ગઈ હતી. બીસીસીઆઈની મેડિકલ ટીમે તેને ત્રણ દિવસનો સમય આપ્યો હતો. તેમને ત્રણ દિવસીય ફર્સ્ટ-ક્લાસ વોર્મ-અપ મેચમાંથી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ''

 

 

તેમણે આગળ કહ્યું કે, '' વાઈસ - કેપ્ટન અજિંક્ય રહાણેને તેના ડાબા પગના સ્નાયુની આસપાસ સહેજ સોજો આવ્યો છે, તેથી તેને ઈન્જેક્શન આપવામાં આવ્યું છે. તેમને પણ ત્રણ દિવસીય ફર્સ્ટ-ક્લાસ વોર્મ-અપ મેચમાંથી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. 

 

 

તેમણે આગળ જણાવ્યું કે, " જોકે, રહાણેની દેખરેખ બીસીસીઆઈની મેડિકલ ટીમ દ્વારા કરવામાં આવે છે. અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, ઇંગ્લેન્ડ સામેની મેચ નોટિંગહામમાં 4 ઓગસ્ટથી શરૂ થશે. તે પહેલા તે જલ્દીથી ઠીક થઇ જાય. ''

 

 

આ પ્રથમ વર્ગની મેચ હોવાથી ફક્ત બેટિંગ જ વિકલ્પ નથી. આમાં ફિલ્ડિંગ પણ કરવું પડશે. આવેશની ઈજાને કારણે ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક આંચકો લાગ્યો હતો. ઇસીબીના કાઉન્ટી ઇલેવનનું પ્રતિનિધિત્વ કરનાર બોલરને અંગૂઠામાં ગંભીર ઈજા પહોંચી છે. 

 

 

આવેશનું પહેલું સ્પેલ સારું નહોતું, જ્યારે મયંક અગ્રવાલે તેની સામે બાઉન્ડ્રી આસાનીથી ફટકારી હતી. જોકે, તેણે બીજા અને ત્રીજા સ્પેલમાં વધુ સારી બોલિંગ કરી હતી. લંચ પછીના સત્ર દરમિયાન ત્રીજા સ્પેલમાં વિહારીનો શોટ રોકતી વખતે તેમના અંગૂઠાને ઈજા પહોંચી હતી. 

 

 

તે દર્દમાં કણસતો જોવા મળ્યો હતો. ભારતીય ફિઝિયો તુરંત જ ક્રીઝ પર આવ્યા હતા અને તેના અંગૂઠા પર પાટો બાંધ્યો હતો. ડરહામ કાઉન્ટીની યુટ્યુબ ચેનલ પરના કોમેન્ટેટરે કહ્યું કે, '' આ અંગુઠાની બહુ ગંભીર હોઈ શકે છે. ''

 

 

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને 1983 ના વર્લ્ડ કપના હીરો યશપાલ શર્માના અવસાન અંગે શોક વ્યક્ત કરવા માટે ભારતીય ખેલાડીઓ તેમના હાથ પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા હતા. યશપાલનું 13 જુલાઈના રોજ હાર્ટ એટેકથી નિધન થયું હતું. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application