ટીમ ઇન્ડિયાના શ્રીલંકા પ્રવાસની તારીખોનું એલાન

  • June 08, 2021 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીમ ઇન્ડિયાના શ્રીલંકા પ્રવાસની તારીખોનું એલાન થઇ ચૂકયું છે. ૧૩મી જુલાઇથી શ થતાં આ મુકાબલામાં ટીમ ઇન્ડિયા અને શ્રીલંકા ત્રણ વનડે મેચ અને ત્રણ ટી–૨૦ મેચ રમશે. આ મુકાબલાની અંતિમ મેચ ૨૫ જુલાઇએ રમાશે. તારીખોનું એલાન સોની સ્પોર્ટ તરફથી કરવામાં આવ્યું હતું, જોકે બીસીસીઆઇ તરફથી આ મુકાબલાની સત્તાવાર જાહેરાત કરવાની બાકી છે.

 

 

આ સિરીઝનું પ્રસારણ સોની સ્પોટર્સ કરશે. સોની સ્પોટર્સ તરફથી સિરીઝનું ટાઇમટેબલ પણ ટીટ કરવામાં આવ્યું છે. આ ટીટમાં શિખર ધવની તસવીર છે, જેથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ સિરીઝમાં શિખર ટીમ ઇન્ડિયાનું સુકાનીપદ સંભાળશે.

 


ભારતના પૂર્વ ક્રિકેટર રાહત્પલ દ્રવિડ આ શ્રેણી દરમિયાન ટીમ ઇન્ડિયાના કોચ રહેશે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ રવિ શાક્રી છે જેઓ ઈંગ્લેન્ડમાં કોહલી ટીમ સાથે છે.
ટાઇમટેબલ મુજબ ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી વનડે ૧૩ જુલાઇ, બીજી વનડે ૧૬ જુલાઇ અને ૧૮મીએ ત્રીજી વનડે રમાશે યારે ટી૨૦ સિરીઝનું શઆત ૨૧ જુલાઇથી થશે. જેની બીજી મેચ ૨૩ અને ત્રીજી મેચ ૨૫ જુલાઇએ રમાશે. આ પહેલા ભારતે ૨૦૧૮માં શ્રીલંકાનો પ્રવાસ કર્યેા હતો, જે ત્રિકોણીય જગં હતો અને ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવી ભારતે ટી૨૦ નિદહાસ ટ્રોફી જીતી હતી.

 


ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાનો શ્રીલંકા સાથેનો મુકાબલો એના દિગ્ગજ ખેલાડી વગર જ રમાશે, કારણ કે ટીમ ઇન્ડિયાની પહેલા દરાની ટીમ ઈંગ્લેન્ડ પ્રવાસે છે. જોકે શ્રીલંકા જનારી ટીમ ઇન્ડિયામાં એ ખેલાડીઓને તક મળી શકે છે જેઓ આઇપીએલ અને નેશનલ લેવલ પર સા ક્રિકેટ રમી રહ્યા છે. જેમાં દેવદત્ત પડિક્કલ. પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, હર્ષલ પટેલ જેવા ખેલાડીઓ સામેલ થઇ શકે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021