તમિલનાડુના કૃષ્ણગિરિ જિલ્લામાં એક સરકારી શાળામાં ત્રણ શિક્ષકો દ્વારા 13 વર્ષની વિદ્યાર્થીનીનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. આથી શિક્ષકની જાતીય અપરાધોથી બાળકોના રક્ષણ કાયદાની વિવિધ કલમો હેઠળ ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને 15 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
કૃષ્ણગિરી જિલ્લાની એક સરકારી માધ્યમિક શાળામાં 13 વર્ષની એક વિદ્યાર્થીની પર ત્રણ શિક્ષકો દ્વારા જાતીય હુમલો કરવામાં આવ્યો હોવાનો આરોપ છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા ત્રણ શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ અંતર્ગત પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આરોપી શિક્ષકોને 15 દિવસ માટે પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે,
પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુનો શાળાના શૌચાલયની અંદર થયો હતો.આ બાબતથી વાકેફ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપી હતી કે આ ઘટનાના એક મહિના પછી વિદ્યાર્થીના માતા-પિતાએ મુખ્ય શિક્ષકને હુમલા વિશે જાણ કરી હતી.
માહિતી મળ્યા પછી, જિલ્લા શિક્ષણ અધિકારી અને બાળ હેલ્પલાઇન દ્વારા શિક્ષકો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી.
પીડિતના માતાપિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે, ત્રણ આરોપી શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને પોક્સો કાયદાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech