શિક્ષક એટલે શિસ્ત, ક્ષમા અને કરુણા: મોરારીબાપુ

  • May 20, 2023 12:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગાંધીનગરની 917 મી "માનસ -આચાર્ય"નો સાતમો દિવસ સંપન્ન


ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને નિજાનંદ ગ્રુપ દ્વારા આયોજિત ગાંધીનગરની માનસ આચાર્ય રામકથા સાતમા દિવસે શિક્ષકની વ્યાખ્યા,કર્મનુ મહત્વ આપી અને સીતા સ્વયંવરની કથા સાથે વિરામ પામી


કથામાં પ્રવેશ કરતાં મોરારીબાપુએ શિક્ષકોના કર્મ અને ધર્મ પર વાત કરતાં પ્રવેશ કર્યો.વધુમાં ઉમેર્યું કે શિક્ષકનો અર્થ તેના ત્રણ અક્ષરોમાં આ રીતે કરી શકાય શિ એટલે શિસ્ત, પોતે શિસ્તમાં રહે અને પોતાના વિદ્યાર્થીઓને વહાલથી શિસ્તમાં રાખે,ક્ષ એટલે ક્ષમા જે ક્ષમા કરી શકે છે અને માંગી શકે છે  તેના જીવનમાં સમસ્યાઓ હલ થઈ જાય છે. અને ક એટલે કરુણા, તમામ લોકો માટે સદભાવ. રામકથા ક્રાઉડ અને પ્રાઉડ માટે નથી પરંતુ તે એક સાઉન્ડ છે. કથામાં કોઈ ખાવા આવતા નથી પરંતુ કોઈ એવા પ્રસંગોમાં રોવા આવે છે.


કથાના ક્રમમાં બાપુએ વિશ્વામિત્ર ભગવાન રામ અને લક્ષ્મણજીને મિથિલામાં લઈ આવે છે અને સીતાજીનું રામની સાથે મિલન અને તે પછીના પ્રસંગોની આધ્યાત્મિક અનુભૂતિ અને વ્યાખ્યા સુંદર રીતે પ્રસ્તુત થઈ. રામ સીતાનું મિલન પુષ્પવાટિકામાં થાય છે અને તે પુષ્પવાટીકામાં રામ ગુરુપૂજા માટે અને સીતાજી ગૌરી પૂજા માટે પુષ્પો ચૂંટવા આવે છે.બંનેનો હેતુ સર્વોત્તમ છે.ધનુષ્યભંગની કથા પણ ભાવવાહી રીતે સૌને સ્પર્શી ગઈ.મોરારિબાપુએ શિક્ષક સંધના કાર્યાલય ચાણક્ય ભવનમાં નિર્મિત પુસ્તકાલયના ઉદ્ધાટન કાર્યક્રમમાં હાજર રહેવાની વિનંતી સ્વીકારી હતી.


કથામાં વાળીનાથના મહંત જયરામગીરીથી અને પૂર્વ ગ્રહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું.માજી મુખ્યમંત્રી  વિજયભાઈ રુપાણી,જગન્નાથ મંદિર અમદાવાદના મંહત દિલીપદાસજી મહારાજ તથા માજી ધારાસભ્ય અમરીશ ડેર વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application