નેશનલ હાઇવે અકસ્માતોની પરંપરા વણથંભી : ટ્રક- કાર વચ્ચે અકસ્માતમાં શિક્ષકની જીંદગી થંભી ગઈ

  • June 07, 2021 09:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજા નજીક ટ્રક ચાલકે કારને કચડી બુકડો બોલાવી દીધો: કાર ચાલક શિક્ષક નું મૃત્યુ

 

તળાજા ભાવનગર નેશનલ હાઈ વે  એકજ સમયે અલગ અલગ બે અકસ્માત ને લઈ રક્તરંજીત બનેલ છે.  શેત્રુંજી નદીનો પુલ વટતા ટ્રકચાલકે વેગનઆર કારને હડફેટે લઈ કારની ઉપર જ ટ્રક ચડાવી દેતા કારનો બુકડો બોલી ગયો હતો. કારચાલક શિક્ષકનું મૃત્યુ થયું હતું. 

 

 

ગમખ્વાર અકસ્માત ની મળતી વિગતો માં નોંઘણવદર ટ્રાન્સપોર્ટનો માલ ભરેલ ટ્રક નં.જીજે ૧૮ એક્સ-૮૨૬૪ના ચાલકે વેગનઆર કાર નં.જીજે ૦૪-ડી એન- ૨૮૫૯ને હડફેટે લઈ આર.સીસી રોડથી નીચે ઉતારી કાર ઉપર ટ્રક ચડાવી દીધો હતો. અકસ્માત સર્જી ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. કાર ચાલક રણછોડભાઈ કાશીરામભાઈ પંડ્યા (ઉ.વ ૫૩) તળાજાના પીપરલા ગામના મૂળ રહેવાસી છે અને ભાવનગર નજીકના ચિત્રા ખાતે આવેલ સરકારી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ પરિવાર જનોને તળાજા એસ.ટી સ્ટેન્ડ ખાતે મૂકી પરત ફરતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. કાર ઉપર ટ્રક ચડી જવાના કારણે કાર નો બુકડો બોલી ગયો હતો. શિક્ષક તેમાં ફસાઈ ગયા હતા. અકસ્માતના કારણે  સ્થળ ઉપર વાહનોની કતાર અને લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. તળાજા પોલીસ જવાનો તાત્કાલિક જે. સી. બી. અને ક્રેઇન બોલાવી ને દોઢેક કલાક ની મહેનત બાદ શિક્ષકના મૃતદેહને કારમાંથી બહાર કાઢી શકાયા હતા. અકસ્માતમાં ટ્રક નીચે ફસાયેલી કારને ક્રેઇન અને જેસીબીની મદદથી ટ્રક નીચેથી કાઢી લેવાઈ પરંતુ બુકડો બની ગયેલ કારમાંથી ચાલક ને બહાર કાઢવા માટે જેસીબી અને ક્રેઇનની મદદ લેવી પડી હતી. એક સમયે કાર ની સી.એન.જી પાઇપ તૂટી જતા ચિંતા ઉભી થઈ હતી ત્યાં પેટ્રોલ ટેન્ક પણ તૂટી જતા નાસભાગ મચી હતી.

 

 

તળાજા પોલિસ જવાનો, વેળાવદર ગામના જગદીશભાઈ પાલીવાલ, વિજય ધાંધલીયા સહિત અનેક સેવાભાવી ઓની સેવા પ્રસંશનીય રહી હતી. મૃતક શિક્ષક રણછોડભાઈ પંડ્યાના ભાઈ કાંતિભાઈ કે. પંડ્યા ડી.એસ.પી કચેરીમાં વાહન ચાલક તરીકે ફરજ બજાવે છે તો મૃતકને બે સંતાનોછે જેમાં એક દીકરો ધંધુકા વીજ કચેરીમાં ફરજ બજાવે છે. બનાવને લઈ મૃતકના પિતરાઈ ભાઈ હરજીભાઈ જાગેશ્વરભાઈ પંડ્યા (રે.પીપરલા)એ ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. બનાવ અનુસંધાને ધારાસભ્ય કનુભાઈ બારૈયા દોડી આવ્યા હતા.

 

 

બપાડા નજીકકારની ગુલાંટ, ગરીપરાના બાઈક ચાલક ને ઇજા

 

 બપાડા ના પાટીયા નજીકઆર્ટિકા કાર નં.જેજે ૧૬સીએન -૧૦૫૭ અને બાઈક વચ્ચે  બન્યો હતો.જેમાં આર્ટિકા કાર પલ્ટી મારી ગઈ હતી. બાઈક ચાલક મકવાણા વિશાલ પુનાભાઈ (ઉ.વ ૧૮ ,રે ગરીપરા)ને ઇજા થતાં તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS