વાવાઝોડું આજે સાંજે ત્રાટકશે ગુજરાતનાં દરિયાકાંઠે, પોરબંદર, અમરેલી સહિતના વિસ્તારમાં નુકસાનની આશંકા

  • May 17, 2021 09:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર તરફ આગળ વધતાં તૌકતે વાવાઝોડાને લઈને હવામાન વિભાગે નવું બુલેટિન જાહેર કર્યું છે. જેમાં જણાવાયું છે કે વાવાઝોડું 18 કિમી પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલ તે વેરાવળથી 350 કિમી, દીવથી 310 કિમી દૂર છે. 

 

 

આજે સાંજ સુધીમાં વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે. પોરબંદર-મહુલાના દરિયાકાંઠે તૌકતે ટકરાશે. આ સાથે જ મંગળવારે અહીં પવનની ગતિ 150થી 175 કિમી પ્રતિ કલાક હોય શકે છે. 

 

 

ભારે પવન સાથે ગુજરાતમાં અનેક શહેરોમાં વરસાદ થઈ શકે છે. જ્યારે આજે સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં બપોર બાદ વરસાદ થઈ શકે છે. કચ્છ અને દીવમાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. 

 

 

આ સાથે જ હવામાન વિભાગે માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા સુચના આપી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વાવાઝોડાના કારણે પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં મહત્તમ નુકસાન થઈ શકે છે. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS