જૂનાગઢમાં તાઉતેએ સર્જી તારાજી : શહેરના પ્રવેશદ્વાર પરથી સિંહની પ્રતિમા નીચે પટકાઈ, સિવિલના તુટ્યા કાચ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

  • May 18, 2021 01:48 PM 

તાઉતે વાવાઝોડું સૌરાષ્ટ્રને ધમરોળી રહ્યું છે. ત્યારે મોડી રાત્રે વાવાઝોડાએ જૂનાગઢમાં ભારે નુકસાની સર્જી હતી. જો કે જૂનાગઢમાં કોઈ જાનહાનિ થઈ નથી જેથી તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે. વાવાઝોડાના લેન્ડફોલ બાદથી સૌરાષ્ટ્રભરના મોટાભાગના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ શહેરની વાત કરીએ તો અહીં પવનના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. 


જુનાગઢ વાવાઝોડાની અસરને પગલે ફૂંકાયેલા ભારે પવનના કારણે બિલખા રોડ પર આવેલા યોગી દ્વાર પરથી સિંહની પથ્થરની પ્રતિમા પણ નીચ પડી ગઈ હતી. જ્યારે તીવ્ર ગતિથી ફુંકાતા ભારે પવનના કારણે વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા. 


ભારે પવનના કારણે ગાંધી ચોકમાં સિટી રાઈડ બસ પર મસમોટું હોર્ડિંગ પડ્યું હતું. આ સમયે બસમાં કોઈ ન હોવાથી જાનહાનિ થઈ ન હતી. હોર્ડિંગ હટાવવા માટે અહીં રસ્તો બંધ કરાયો હતો.  તંત્ર દ્વારા હોર્ડિંગને તુરંત હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. અહીં અક્ષર મંદિર પાસે પણ આ જ રીતે હોર્ડિંગ ધરાશાયી થયું હતું. 


આ સિવાય જુનાગઢની અદ્યતન સિવિલ હોસ્પિટલના કાચ પણ તૂટી પડ્યા હતા. જો કે આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત થયું ન હતું. જૂનાગઢ શહેરમાં મધરાતથી ધીમીધારે વરસાદ સાથે ફૂંકાતા તોફાની પવનને લઈ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના કાચ તૂટયા હતા. આઠ માળની બનેલી અદ્યતન સિવિલ હોસ્પિટલના કાચ તોફાની પવનને તોડી નાંખતા કાચ ઉડીને નીચે પડ્યા હતા. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS