બબિતાજીને ભુલી મલાઈકા સાથે મોર બની થનગનાટ કર્યો જેઠાલાલે

  • October 31, 2020 11:01 AM 411 views

જ્યારે પણ ફેમિલી કોમેડી શો તારક મહેતા કા ઉલટા ચશ્માની વાત આવે છે, ત્યારે જેઠાલાલ સૌથી પહેલા યાદ આવે છે. દયા સાથેની રકઝક કરતો જેઠાલાલ બબિતાજી સામે આવે એટલે ઓળઘોળ થઈ જતો જોવા મળે છે. પરંતુ પહેલીવાર એવું થશે કે જેઠાલાલ બબિતાજીને ભુલી જશે. આવું થશે ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર શોના સેટ પર જ્યારે જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા જેઠાલાલ સામે આવશે. તારક મહેતાની આખી ટીમ નિર્માતા અસિત મોદી સાથે ઈંડિયાઝ બેસ્ટ ડાન્સર શોમાં પહોંચી હતી. આ દરમિયાન જેઠાલાલે મંચ પર શોની જજ મલાઇકા અરોરા સાથે ડાન્સ કર્યો હતો. જો કે આ એપિસોડમાં જેઠાલાલ સાથે મલાઈકા સાથે બાપુજી પણ સ્ટેજ પર ઠુમકા લગાવતા જોવા મળશે.   

જો કે હવે તારક મહેતા શોમાં જેઠાલાલને નવી દયાબેન પણ મળી શકે છે. કારણ કે શોની એક સ્પર્ધક રુતુજાએ દયાબેનની શૈલીમાં જોરદાર ડાન્સ કર્યો હતો. આ જોઈ નિર્માતા આસિત મોદી પણ ખુશ થઈ ગયા અને સ્ટેજ પર જ રુતુજાને દયા તરીકે સીરીયલમાં જોડાવા ઓફર કરી દીધી હતી. જણાવી દઈએ કે શોમાંથી દયાભાભી એટલે કે દિશા વાકાણી છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ગાયબ છે. દિશા વાકાણીએ તેની દીકરીના જન્મ પહેલાથી શો છોડ્યો છે અને દિકરીના જન્મ બાદ પણ તે શોમાં પરત ફરી નથી. તેવામાં દર્શકોમાં પણ આતુરતા છે કે શોમાં દયાભાભી ક્યારે પરત ફરશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application