લાઈટનું તગડું બિલ આવતા આ અભિનેત્રીને લાગ્યો ઝટકો, સ્ક્રીનશોટ શેર કરી ગુસ્સો વ્યક્ત કર્યો

  • June 29, 2020 01:33 PM 287 views

 

મુંબઈમાં તગડા વીજળીના બીલ થી માત્ર સામાન્ય જનતા જ નહીં પરંતુ બોલિવૂડ સેલિબ્રિટી પણ ઝટકો અનુભવે છે.બોલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુને વીજળીના બીલનો એવો ઝટકો લાગ્યો છે કે તેણે ઘણા બધા ટ્વીટ કરી અને સોશિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે. એટલું જ નહીં તેણે તેની સાથે લાઈટ બિલના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.

 


તપસીએ અદાણી ઈલેક્ટ્રીસીટીને ટેગ કરીને લખ્યું છે કે લોકડાઉનમાં ત્રણ મહિના થયા છે, અને મને એ બાબતની અસર થઈ રહી છે કે છેલ્લા એક મહિનામાં જ મેં કોઈ નવા ઉપકરણનો ઉપયોગ કર્યો હોય કે હું ખરીદીને લાવી હોય કે જે મારે વીજળીનું બિલ આટલું બધું વધારેલુ દર્શાવી રહ્યું છે, તમે કઈ રીતે અમારી પાસે વીજળીનું બિલ ચાર્જ કરી રહ્યા છો ?

 

તાપસી એ બીજા ટવીટમાં લખ્યું હતું કે હવે આ એ ર્ટમેન્ટનું બિલ છે કે જ્યાં કોઈ રહેતું નથી અઠવાડિયામાં એક વખત ત્યાં રહેવામાં આવે છે, અને તે પણ માત્ર સાફ-સફાઈ કરવા માટે. પરંતુ મને હવે ચિંતા છે કે ક્યાંય અપાર્ટમેન્ટમાં કોઈ ઉપયોગ તો નથી કર્યું ને કે જેણે મને જણાવ્યા વિના ઉપયોગ કર્યો હોય કદાચ તમે સચ્ચાઈ જાણતા હોય અને બીલ સામે લાવ્યા હોય.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application