તંત્રને યાદ આવ્યું, આજે એક કોરોના ડેથ છે : યાદી સુઘારી મોત દેખાડ્યું

  • August 01, 2020 04:01 PM 356 views

તત્રં દ્રારા આંકડાઓની માયાજાળ અને ઉપરની નિતીના કારણે શુક્રવારે એક કોરોના ડેથ જ દેખાડવાનું રહી ગયું હતું! પછીથી ધ્યાનમાં આવતા કે પછી ધ્યાન દોરવામાં આવતાં નવી સુધારેલી યાદી જાહેર કરી હતી. તત્રં દ્રારા નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ સુત્રોની માહિતી મુજબ મેયરના ડ્રાઈવરનું કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું છે. ભાવનગર જિલ્લામા શુક્રવારે ૪૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૪૦૩ થવા પામી છે.  જે પૈકી ૪૪૮ દર્દી સારવાર તળે છે એટલે કે કોરોના એકટીવ કેસનો આંકડો પણ આજે પ૦૦એ પહોંચી જવા સંભાવના છે.
ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુષ અને ૧૨ ી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૨, ભાવનગર તાલુકાના કમળેજ ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભોજપરા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના બુધેલ ગામ ખાતે ૩, ભાવનગર તાલુકાના શામપરા ગામ ખાતે ૧, ગારીયાધાર ખાતે ૪, મહત્પવા ખાતે ૨, પાલીતાણા ખાતે ૨, સિહોરના સણોસરા ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, તળાજાના રાજપરા–૨ ગામ ખાતે ૧, ઉમરાળાના રામણકા ગામ ખાતે ૧ તથા વલ્લભીપુરના કાળાતળાવ ગામ ખાતે ૩ કેસ મળી કુલ ૨૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.


યારે  ભાવનગર મહાપાલિકા વિસ્તારના ૨૪ અને તાલુકાઓના ૪ એમ કુલ ૨૮ કોરોના પોઝીટીવ દર્દી કોરોનામુકત થતા તેને  રજા આપવામાં આવી છે. જિલ્લામા નોંધાયેલા ૧,૪૦૩ કેસ પૈકી હાલ ૪૪૮ દર્દીઓ સારવાર હેઠળ છે. યારે અત્યાર સુધીમા કુલ ૯૨૩ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૨૬ દર્દીઓનુ અવસાન થયેલ છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application