રાજકોટમાં બેદરકારીના દાવાનળમાં અનેક પરિવારોની માળો વેર વિખેર થયો છે. ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 32 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જેમાંથી મોટાભાગના મૃતદેહો એટલી ખરાબ રીતે બળ્યા છે કે, તેમની ઓળખ પણ નથી થઈ શકી.
જોકે હવે આ મામલે એક મોટી હકીકત સામે આવી છે જેમાં બે વર્ષ પહેલાંની એક તસવીર હાલ વાયરલ થઈ રહી છે જેમાં TRP ગેમ ઝોનના સંચાલકો સાથે શહેરના કેટલાક મોટા અધિકારીઓ દેખાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલ ફોટોમાં તત્કાલીન કલેકટર અરુણ મહેશ બાબુ, તત્કાલીન DDO દેવ ચૌધરી, તત્કાલીન એસપી બલરામ મીણા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા અને ડીસીપી પ્રવીણ મીણાએ ગેમ ઝોનની મુલાકાત લીધી હોય તેવો ફોટો વાયરલ થતા સવાલ ઉઠ્યા છે.
હાલમાં મળી રહેલી માહિતી મુજબ આ ફોટો બે વર્ષ પહેલાનો છે. જે તે સમયે અધિકારીઓએ ગેમઝોનમાં મજા માણી હતી અને TRP ગેમઝોનના સંચાલકો સાથેના તેમના ફોટોઝ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. રાજકોટના ઉચ્ચકક્ષાના અધિકારીઓનો ગેમ ઝોનના સંચાલકો સાથેનો આ ફોટો પ્રશ્નાર્થ ચિન્હ બન્યો છે, કેમકે 32 લોકોનો ભોગ લેનાર આ ગેમઝોનના સંચાલકોની કથિત રીતે સાંઠગાંઠ હોવાનાં સવાલ ઉઠયા છે.
હાલમાં આ મૃતદેહોની ઓળખ માટે તેમના ડીએનએ સેમ્પલ ગાંધીનગર મોકલાયા છે. હાલ મૃતકોના નામની એક યાદી સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech