સીપીએલ દ્વારા ઓફર મળી હોવાનો 48 વર્ષના પ્રવીણ તાંબેનો દાવો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


રાજસ્થાન રોયલ્સ તરફથી યાદગાર પ્રદર્શન કરી અને લોકોની વાહવાહી મેળવનાર પ્રવીણ તાંબે એ ગત દિવસોમાં જણાવ્યું હતું કે cpl ના આગામી સિઝનમાં ત્રિનબગો નાઈટ રાઈડર્સ સાથે રમશે પરંતુ cpl ની ફ્રેન્ચાઇઝીએ તાંબે આ દાવાને નકારી દીધો છે.

 

 થોડા દિવસો પહેલા 48 વર્ષના પ્રવીણ તાંબેએ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં એ વાતનો ખુલાસો કર્યો હતો કે તેઓની trinbago knight riders સાથે વાતચીત છે. તેમનો કોન્ટેક થઈ ગયો છે જ્યારે trinbago knight riders દ્વારા પ્રેસ રિલીઝ જાહેર કરી અને એ બાબતે સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો છે.


કોરોનાવાયરસ ને કારણે લીગને પોસ્ટપોન કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ટીમના ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી નથી. એ જણાવી દઈએ કે તામ્બે એ સી પી એલ માં રમવા માટે અનિવાર્ય રીતે રિટાયરમેન્ટ લેવાની મનાઈ કરી દીધી હતી.

 

કાંબલીએ જણાવ્યુ હતું કે બીસીસીઆઈના અધિકારીઓના જો મને રમવા માટે મંજૂરી નથી આપતા તો મારે અન્ય લીગમાં રમવા સિવાય કોઈ વિકલ્પ નથી, આ માટે તેઓ મને રોકી શકશે નહીં અને હું બહાર રમવાને માટે યોગ્ય છું.

 

ટીકેઆરે મને મોકો આપ્યો છે તો, હું ત્યાં જતાં પહેલા ચોક્કસ અમુક સાવધાનીઓ રાખી અને કોરોનાને લઈને નિયમોનું પાલન કરવાનું થાય તેનું પાલન કરીશ.જ્યારે bcciના અધિકારીઓનું કહેવું છે કે નિયમ છે કે કોઈપણ ભારતીય ક્રિકેટર વિદેશી ક્રિકેટ લીગમાં રમી શકે નહીં. જો તમારે રમવું હોય તો સંન્યાસ લેવો પડશે તેનો અર્થ એ નથી થતો કે તમે ઇન્ટરનેશનલ મેચ રમ્યા હોય કે પછી ડોમેસ્ટિક. તમારી નિવૃત્તિ ક્રિકેટમાંથી થાય છે, દેશમાંથી નહીં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS