તાલિબાને પાકિસ્તાનને ગણાવ્યું પોતાનું બીજું ઘર, ભારતને આપી આ સલાહ 

  • August 26, 2021 04:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલિબાને પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવ્યું છે. તાલિબાનના પ્રવક્તાએ બુધવારે કહ્યું કે, 'તાલિબાન માટે પાકિસ્તાન બીજા ઘર જેવું છે અને તેઓ પાડોશી દેશ સાથે વેપાર અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવા માંગે છે. તાલિબાનના પ્રવક્તા ઝૈબુલ્લા મુજાહિદે પણ ભારત સાથે સારા સંબંધોની હિમાયત કરતા સાથે એક સલાહ પણ આપી.

 

પાકિસ્તાન બીજું ઘર

 

તાલિબાન પ્રવક્તા મુજાહિદે કહ્યું કે, 'અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે સરહદોને લઈ કોઈ વિવાદ નથી. જ્યારે ધર્મની વાત આવે છે, ત્યારે આપણે પરંપરાગત રીતે એકબીજા સાથે સંબંધિત છીએ. બંને દેશોના લોકો એકબીજા સાથે સરળતાથી ભળી જાય છે, તેથી અમે પાકિસ્તાન સાથેના અમારા સંબંધોને વધુ મજબૂત કરવા માંગીએ છીએ.'

 

પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી

 

મુજાહિદે એમ પણ કહ્યું કે, 'અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણમાં પાકિસ્તાનની કોઈ ભૂમિકા નથી. પાકિસ્તાને ક્યારેય તેમની આંતરિક બાબતમાં દખલગીરી કરી નથી. ભારત સાથેના સંબંધો અંગે મુજાહિદે કહ્યું કે, 'ભારત આ ક્ષેત્રનો મહત્વનો ભાગ છે અને અમે ભારત સહિત તમામ દેશો સાથે સારા સંબંધો સ્થાપિત કરવા માંગીએ છીએ. અમારી એક જ ઈચ્છા છે કે ભારતે અફઘાન લોકોના હિતો અનુસાર પોતાની નીતિઓ નક્કી કરવી જોઈએ.'

 

 

ભારતે કાશ્મીર પર સકારાત્મક વલણ અપનાવવાની જરૂર

 

મુજાહિદે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'તાલિબાન અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કોઈ પણ દેશ સામે થવા દેશે નહીં. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ પર મુજાહિદે કહ્યું કે બંને દેશોએ બેસીને સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ કારણ કે બંને પાડોશી દેશ છે અને બંનેના હિતો એકબીજા સાથે જોડાયેલા છે. તાલિબાન પ્રવક્તાએ કહ્યું કે ભારતે કાશ્મીર પર સકારાત્મક વલણ અપનાવવાની જરૂર છે.'
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021