પાકિસ્તાનની ઈચ્છા પૂરી, અફઘાનની નવી સરકાર ભારત માટે ચિંતાનો વિષય સાબિત થશે !

  • September 08, 2021 12:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

15 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા પછી તે લોકો તેમનું વલણ બદલાય ગયું છે તે સાબિત કરવાના ઘણા પ્રયત્નો કર્યા છે. તાલિબાની પ્રવક્તાઓનો દાવો છે કે, 'તાલિબાન બદલાઈ ગયું છે અને તેનું વલણ મધ્યમ બની ગયું છે.' જો કે, છેલ્લા થોડા સમયથી અફઘાન પર જે થઈ રહ્યું છે તે આ વાતની સાબિતી આપતું નથી. આ સાથે તાલિબાનની વચગાળાની સરકારમાં જે ચહેરાઓને સ્થાન મળ્યું છે, તેણે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતની મુશ્કેલીઓ વધવાની છે. દોહા સ્થિત જે તાલિબાની ગ્રુપે આંતરરાષ્ટ્રીય લેવલે વાત શરૂ કરી હતી જેમાં ભારતનો પણ સંપર્ક પણ કરવામાં આવ્યો હતો. તે ગ્રુપના સભ્યોને તાલિબાને સરકારમાં જગ્યા આપી નથી.

 

નવા મંત્રીમંડળમાં 33 માંથી 20 કંદહાર કેન્દ્રિત તાલિબાન જૂથ અને હક્કાની નેટવર્કના કટ્ટરપંથી છે. આ લોકો પર પાકિસ્તાનનો અસર જોવા મળે છે. મળતા રિપોર્ટ મુજબ, 'તાલિબાનની વચગાળાની સરકારમાં ઓછામાં ઓછા છ મંત્રીઓ છે. જેમણે પાકિસ્તાનની જામિયા હક્કનિયા સેમિનારી એટલે કે અકોરા ખટ્ટક પાસેથી તાલીમ મેળવી છે. 

 

ISIના કહેવા પર બરાદર બાકાત 

 

તાલિબાનની રાજકીય વિંગ વડા અને દોહામાં અમેરિકા સાથે વાતચીત કરતા અબ્દુલ ગની બરાદરને અફઘાન સરકારની લગામ મળી શકે છે, પરંતુ વચગાળાની સરકારના પ્રધાનમંત્રી રહબારી-શૂરા કાઉન્સિલના કટ્ટરપંથીના વડા મુલ્લા મોહમ્મદ હસનને બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2001 માં, મુલ્લા અખુંદે બામિયાનમાં બુદ્ધની મૂર્તિઓનો નાશ કર્યો હતો. મુલ્લા અખુંદ અફઘાનિસ્તાનમાં અગાઉના તાલિબાન શાસનમાં નાયબ વિદેશ મંત્રી હતા અને યુએન બ્લેકલિસ્ટમાં તેમનું નામ હતું.

 

 

અમેરિકાની નજીક ગણાતા મુલ્લા બરાદરને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના વડા મોહમ્મદ ફૈઝ હમીદના ઈશારે સાઈડલાઈન કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાનને મુલ્લા બરાદાર પર વિશ્વાસ નથી. તેમને લાગે છે કે મુલ્લા બરાદર અમેરિકન દબાણ હેઠળ કામ કરી શકે છે. ISI ચીફ ફૈઝ હમીદ જયારે કાબુલ પહોંચ્યા ત્યારે તાલિબાનના નેતૃત્વમાં સરકાર બનાવવા પર કોઈ સહમતી ન હતી અને તેમના આગમનના ચોથા દિવસે સરકારની જાહેરાત કરવામાં આવી હતી.

 

ભારત માટે હક્કાની માથાનો દુખાવો

 

ભારતને ચિંતાજનક બાબત એ છે કે, સરકારમાં કટ્ટરપંથી હક્કાની નેટવર્કનું વર્ચસ્વ પણ છે. હક્કાની નેટવર્કના વડા સિરાજુદ્દીન હક્કાની ગૃહમંત્રી બન્યા છે. હક્કાની નેટવર્ક ISI નું પ્રિય છે અને ભારત વિરુદ્ધ અનેક આતંકી હુમલાઓમાં તેનું નામ આવ્યું છે. 2008 માં કાબુલમાં ભારતીય દૂતાવાસ પર થયેલા હુમલા માટે પણ આ જ સંગઠનને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું.

 

 

ભારત માટે તે ચિંતાનો વિષય

 

ભારત માટે તે ચિંતાનો વિષય છે કે ગૃહમંત્રી તરીકે સિરાજુદ્દીન હક્કાની માત્ર અફઘાનિસ્તાનની સુરક્ષા વ્યવસ્થાનો હવાલો સંભાળશે નહીં પરંતુ 34 પ્રાંતોમાં ગવર્નરોની નિમણૂક પણ કરશે. આવી સ્થિતિમાં પ્રાંતોના ગવર્નરોની નિમણૂકો પણ ISI ના આદેશથી કરવામાં આવશે. સિરાજુદ્દીન હક્કાની વૈશ્વિક આતંકવાદીઓની યાદીમાં પણ છે અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના પર 5 મિલિયન યુએસ ડોલરનું ઇનામ જાહેર કર્યું છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021