તાલિબાન સરકારની રચના ફરી સ્થગિત, ISI ચીફ સહિત પાકનું પ્રતિનિધિમંડળ કાબુલ પહોંચ્યું

  • September 04, 2021 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારની રચના ફરી મુલતવી રાખવામાં આવી છે. આ દરમિયાન તાલિબાનના આમંત્રણ પર પાકિસ્તાનનું પ્રતિનિધિમંડળ કાબુલ પહોંચી ગયું છે. આ પ્રતિનિધિમંડળમાં અધિકારીઓની સાથે ISIના વડા જનરલ ફૈઝ હમીદ પણ સામેલ છે. સરકારની રચના પહેલા પાકિસ્તાન સાથે તાલિબાનના આવા સંબંધો ઘણા સવાલો ઉભા કરવાના છે.

 

તાલિબાનનો પાકિસ્તાન સાથે જૂનો સંબંધ છે, પરંતુ સરકારની રચના પહેલા પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું આગમન ભારત માટે ખતરાની ઘંટડી સાબિત થઈ શકે. તાલિબાની સરકારની રચનામાં પાકિસ્તાનની દખલગીરીની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે. 

 

તાલિબાન 2-3 દિવસમાં સરકાર બનાવશે

 

તાલિબાન શુક્રવારે કાબુલમાં તેમની નવી સરકાર બનાવશે, પરંતુ કેટલાક કારણોસર આજે આ શક્ય બન્યું નહિ. આ પછી તાલિબાનના પ્રવક્તાએ શનિવારે નવી સરકારની રચનાની વાત કરી હતી, પરંતુ આજે પણ તે ટાળી દેવામાં આવી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે 2-3 દિવસમાં અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનાવશે. પરંતુ તે પહેલા કાબુલ પહોંચેલું પાકિસ્તાની પ્રતિનિધિમંડળ પર પુરા વિશ્વની નજર છે.

 

 

તાલિબાનનો માર્ગ સરળ નથી

 

તાલિબાનના સ્થાપક મુલ્લા ઉમરના પુત્ર મુલ્લા યાકુબ અને સિરાજુદ્દીન હક્કાની વચ્ચે સૈન્ય અને હથિયારોના નિયંત્રણ પર અણબનાવના અહેવાલો સામે આવ્યા છે. ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા અનુસાર, ન્યાય, ધાર્મિક બાબતો અને આંતરિક સુરક્ષા વિભાગને લઈને બંને વચ્ચે મતભેદ છે. આ બધા પડકારો વચ્ચે તાલિબાનનો માર્ગ સરળ દેખાતો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021