તાલિબાનનો ભારતને કડક સંદેશ, 'ચીન અમારી મદદ કરે તો એમાં ખોટું શું ?' 

  • September 15, 2021 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલિબાને અફઘાન પર કબ્જો કર્યા બાદ વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. જયારે તાલિબાની સરકાર પર બધાની નજર છે. ત્યારે ચીન તેમાં દખલ કરી રહ્યું છે. જે ભારત માટે ચિંતાનો વિષય છે. ત્યારે તાલિબાને આ બાબત પર પોતાની પ્રતિક્રિયા આપી છે. જે પ્રતિક્રિયા જોતા લાગે કે તાલિબાન ચીનના સપોર્ટથી ખુશ છે અને ભારતને ચેતવણી આપી રહ્યા છે. 

 

તાલિબાનને અફઘાનિસ્તાનમાં ચીનની દખલગીરીથી કોઈ સમસ્યા નથી અને તેઓ પોતે ઈચ્છે છે કે ચીન અહીં ભાગ લે. તાલિબાને કહ્યું કે, 'ચીન અફઘાનિસ્તાનના નિર્માણમાં ભાગ લઈ શકે છે, અને અન્ય જરૂરી ક્ષેત્રોમાં સહાય પૂરી પાડી શકે છે. આ રીતે તાલિબાને ભારતની ચિંતાઓનો સંપૂર્ણ રીતે નિકાલ કર્યો. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું કે, 'ભારતની કેટલીક ચિંતાઓ ન તો ન્યાય પૂર્ણ છે અને ન તો સ્વીકાર્ય લાયક છે.'

 

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન અને નાટો સૈનિકો પાછી ખેંચાયા બાદ તાલિબાન સરકાર આગામી છ મહિનામાં મુશ્કેલીગ્રસ્ત દેશમાં મોટા રોકાણો માટે ચીન તરફ વળી રહી છે. તાલિબાનને આશા છે કે આવા સમયે ચીન તેમનો એકમાત્ર ટેકો બની શકે અને બેઇજિંગે પણ આવું જ કંઈક આશ્વાસન આપ્યું છે. ચીને સ્પષ્ટ કર્યું છે કે, 'તે તાલિબાન શાસનમાં અફઘાનિસ્તાનની સર્વભૌમત્વ અને અખંડિતતાનો આદર કરશે.'

 

તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને પૂછ્યું કે, 'આપણે અફઘાનિસ્તાનના પુન:નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે અને હવે જ્યારે ચીન આપણા લોકો માટે રોજગારી ઉભી કરવા માટે મદદ કરવા આગળ આવ્યું છે, તો તેમાં ખોટું શું છે? આ પરિસ્થિતિમાં ચીન અફઘાનિસ્તાનની મદદ માટે આગળ આવે તે ખૂબ જ જરૂરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021