બોલે છે તાલિબાન પણ શબ્દો છે પાકિસ્તાનના, ભારતને ચોખ્ખા શબ્દોમાં કહી દીધી આ વાત 

  • August 17, 2021 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવનાર તાલિબાનોએ હવે પોતાનો સાચો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે. તે પાકિસ્તાનના હાથનું રમકડું બની ગયું છે. તેણે ભારતને સલાહ આપવાનું શરૂ કર્યું છે. ભારત વિશે વાત કરતા તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને કહ્યું કે, 'તાલિબાન કોઈ પણ દેશને અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈ બીજાની સામે કરવા દેશે નહી. જો કે, અમે તેમના દ્વારા કરવામાં આવી રહેલા બાંધકામના કામોને  રોકીશુ નહિ. જો તેઓ તેમના પ્રોજેક્ટ પૂર્ણ કરવા માંગતા હોય તો તેઓ તે કરી શકે છે. 

 

તાલિબાનની વાત પરથી સ્પષ્ટ છે કે, 'તે પાકિસ્તાનની બોલી બોલી રહ્યું છે. પાકિસ્તાન આરોપ લગાવી રહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનનો ઉપયોગ તેમની વિરુદ્ધ કરે છે. ચીનીઓની હત્યા પર પણ પાકિસ્તાને કહ્યું હતું કે આમાં ભારત અને અફઘાનિસ્તાનનો હાથ છે. આવી સ્થિતિમાં તે સ્પષ્ટ છે કે તાલિબાને માત્ર પાકિસ્તાનના ઈશારે આ નિવેદન આપ્યું છે. 

 

ભારતે રાજદૂતને પાછા બોલાવ્યા

 

શાહીને કહ્યું કે, 'ભારતે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. જો તેઓ આ પ્રોજેક્ટ્સને પૂર્ણ કરવા માંગતા હોય તો તેઓ આમ કરી શકે છે કારણ કે તે લોકો માટે છે.' અફઘાનિસ્તાનમાં અશરફ ગનીની સરકારના પતન બાદ પ્રથમ વખત તાલિબાને સત્તાવાર રીતે પ્રથમ વખત ભારત વિશે વાત કરી છે. ભારતે છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણા નેતાઓ અને તાલિબાનના જૂથો સાથે વાતચીતની થઈ હતી. મંગળવારે ભારત સરકારે કાબુલથી તેના રાજદૂત અને દૂતાવાસમાંથી અન્ય તમામ કર્મચારીઓને પાછા બોલાવવાની પણ જાહેરાત કરી છે.

 

ભારતે અફઘાનિસ્તાનમાં 3 અબજ ડોલરનું રોકાણ કર્યું 

 

તાલિબાનના પ્રવક્તાએ કહ્યું કે, 'જો કોઇ પોતાના હેતુઓ માટે અથવા કોઇ લશ્કરી હેતુ માટે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કરવા માગે છે, તો અમે તેમને તેમ કરવાની મંજૂરી આપીશું નહીં. તાજેતરમાં, ભારતે અફઘાનિસ્તાનમાં તમામ પ્રોજેક્ટમાં કામ કરતા તેના વ્યાવસાયિકોને પણ પાછા બોલાવ્યા છે. કાબુલમાં અફઘાનિસ્તાનની સંસદ અને સલમા ડેમના નિર્માણ ઉપરાંત ભારત પણ ઘણા પ્રોજેક્ટમાં સામેલ છે. ભારતે અફઘાનિસ્તાનમાં 3 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. અન્ય કોઈ પડોશી દેશે અફઘાનિસ્તાનમાં આટલું મોટું રોકાણ કર્યું નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021