સૌરાષ્ટ્ર્રમાં તહેવારોના આગમનના ટકોરા: આજે જયા પાર્વતીનું વ્રત

  • July 21, 2021 06:38 PM 

ચાતુર્માસની શરૂઆતની સાથે જ તહેવારોની મોસમ ખીલશે; આગામી તારીખ ૮મી ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ: હરવા–ફરવાના સ્થળો પર એડવાન્સ બુકિંગ: ઉત્સવ પ્રિય સૌરાષ્ટ્ર્રવાસીઓ સાતમ–આઠમની ઉજવણી માટે અત્યારથી આતુરઆજથી જયાપાર્વતીના વ્રતનો પ્રારભં થયો છે. દેવપોઢી એકાદશીથી ચાતુમોસની શરૂઆત સાથે હવે તહેવારોની મોસમ ખીલશે. આગામી તારીખ ૯ ઓગસ્ટથી શ્રાવણ માસનો પ્રારભં થઇ રહ્યો છે. આખું સૌરાષ્ટ્ર્ર શિવની ભકિતમાં લીન થઇ જશે. શ્રાવણ માસની શઆત સાથે જ હવે છેક દિવાળી સુધી સંખ્યાબધં તહેવારો આવી રહ્યા છે.

 


સૌરાષ્ટ્ર્રની સંસ્કૃતિ ઉત્સવ પ્રિય છે. હાલમાં નાની નાની બાળાઓના મોરાકત ના વ્રત ચાલી રહ્યા છે આજે તેમનો ત્રીજો દિવસ છે ભગવાન શિવ અને પાર્વતીના પૂજન સાથે આજથી જયાપાર્વતીના વ્રત ની શઆત થઈ છે પાંચ દિવસ સુધી યુવતી ઓ મીઠા વગરનો ખોરાક અને ઉપવાસ એકટાણા કરે છે. ગોરમા અને જવેરા ના પૂજન સાથે પાંચ દિવસ જ જયા પાર્વતીના વ્રતની પૂર્ણાહત્પતિ ના દિવસે આખી રાતનું જાગરણ કરવામાં આવે છે.

 


આગામી ૧૫ દિવસમાં શ્રાવણ માસનો દિવ્ય પ્રારભં થઇ રહ્યો છે જેને લઇને સૌરાષ્ટ્ર્ર–કચ્છના ભાવિકો દ્રારા અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગત વર્ષે કોરોના ના લીધે ઘરે બેસીને શિવની ભકિત ભાવિકોએ કરી હતી યારે આ વર્ષે કોરોના હળવો થતાં સુપ્રસિદ્ધ તીર્થધામ માં દર્શન માટે પ્રતિબંધને સરકાર દ્રારા હળવો બનાવે તેવી ભાવિકો ને આશા છે.

 


આ વર્ષે પણ તારીખ ૯ અને સોમવારથી જ પવિત્ર શ્રાવણ માસનો પ્રારભં થાય છે અને આ વર્ષે પાંચ સોમવાર હોવાથી ભાવિકોનો ઉત્સાહ બેવડાયો છે. ૨૨ ઓગસ્ટે રક્ષાબંધન અને ૨૯ અને ૩૦ ઓગસ્ટ સાતમ–આઠમના તહેવારો આવી રહ્યા છે. છેલ્લા દોઢ વર્ષથી કોરોના ના લીધે ઘરમાં પુરાઈ રહેલા સૌરાષ્ટ્ર્રમાંથી ઓ અત્યારથી જ તહેવારોની ઉજવણી કરવા ફરવાના સ્થળો અને ધાર્મિક સ્થળો પર કરવાના પ્લાનિંગ કરી રહ્યા હોય ટિકિટ બુકિંગ માટે પણ ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS