ત્રીજી લહેરને લઇ બુદ્ધિજીવી એક થયા, વિપક્ષને પત્રલખી કહ્યું- સરકાર પર દબાણ બનાવો

  • June 04, 2021 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી હોય તેવું લાગે છે, પરંતુ મહામારીની ત્રીજી લહેરને લઇ અનેક પ્રકારની આશંકાઓ છે. હવે ઇતિહાસકાર રોમિલા થાપર અને ઇરફાન હબીબ અને અર્થશાસ્ત્રી કૌશિક બાસુ સહિતના 185થી વધુ બુદ્ધિજીવીઓએ વિપક્ષી પાર્ટીઓને ખુલ્લો પત્ર લખ્યો છે. આ પત્રમાં વિપક્ષી પાર્ટીઓને અપીલ કરી છે કે તેઓ તેમના પ્રભાવનો ઉપયોગ કરીને સુનિશ્ચિત કરે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મહામારીની ત્રીજી લહેરને ઉકેલવા માટે તૈયારી રાખે.

 


નદીઓમાં મૃતદેહો તરતા હોવાનો ઉલ્લેખ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે લાખો ભારતીયો હોસ્પિટલના પલંગ, વેન્ટિલેટર, ઓક્સિજન, આવશ્યક દવાઓ, એમ્બ્યુલન્સ વગેરે જેવી મૂળભૂત આરોગ્ય સેવાઓ માટે વલખાં મારી રહ્યા છે. પત્રમાં બીજી લહેર દરમિયાન રસ્તાઓ પર મૃતકો અને નદીઓમાં તરતા મૃતદેહોનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે આ ઘટનાઓની તસવીરોએ વિશ્વ આખાને હચમચાવી દીધું છે. તેમણે કહ્યું કે એ જોવાનું સુખદ છે કે મહામારીની વચ્ચે મોટાભાગની પાર્ટીઓ લોકોના હિતમાં પક્ષની મયર્દિાને પાર કરીને કામ કરવા તૈયાર છે.

 


કેન્દ્ર એ ટાસ્ક ફોર્સ તૈયાર કર્યો ન હતો
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર સાથે સહકાર આપવા અને નજીકથી કાર્ય કરવાની ઓફર કરવા છતાં ભારત સરકારે સલાહોનું સ્વાગત કર્યુ નથી અને ના તો હકીકતમાં એક કાર્યબળ તૈયાર કર્યું કે જેમાં તમામ પક્ષો, રાજ્ય સરકારો, નિષ્ણાતો અને નાગરિક સમાજના લોકોનો સમાવેશ કરીને આ સંકટને ઉકેલવામાં આવે.

 


સહી કરનારાઓમાં જાણીતા લોકો સામેલ છે
પત્ર પર સહી કરનારાઓમાં મેગ્સેસે પુરસ્કારથી સમ્માનિત અને કાર્યકતર્િ વિજવાડા વિલ્સન, એમ્નેસ્ટીના ઇન્ટરનેશનલના પૂર્વ મહાસચિવ સલીલ શેટ્ટી, યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના ભૂતપૂર્વ અધ્યક્ષ સુખદેવ થોરાટ, યુપીએસસીના પૂર્વ સભ્ય પુરુષોત્તમ અગ્રવાલ અને જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, ન્યૂયોર્ક યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ સિયેના (ઇટાલી), યુનિવર્સિટી ઓફ સાઓ પાઉલો, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયા અને પ્રિન્સટન યુનિવર્સિટીના શિક્ષક છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS