હનીમૂન પર જતી વખતે આ વસ્તુઓનું જરૂર ધ્યાન રાખો

  • March 02, 2020 04:58 PM 1240 views

હનીમૂન શબ્દ સાંભળતા જ મનમાં રહેલી બધી જ ઈચ્છા બહાર આવતી હોય છે. જો તમે હનીમૂન પર જવાની તૈયારીઓ કરતાં હોય તો આ વસ્તુઓ બેગમાં જરૂર હોવી જોઈએ. 
 

લોન્જરી :
હનીમૂન દરમિયાન પતિ-પત્ની વચ્ચે ઘણા એવા પળ આવે છે જ્યારે બંને દુનિયાની સૂજ-બૂજ છોડીને એક-બીજાના પ્રેમમાં ખોવાય જતા હોય છે. એવામાં પત્ની પોતાના પતિને રિજાવવા માટે ફેન્સી લોન્જરી પહેરતી હોય છે. પરંતુ આ લોન્જરી એવી પસંદ કરવી જોઈએ કે જે પહેરવામાં કમ્ફર્ટેબલ હોય.   
 

બિકિની :
હનીમૂન ડેસ્ટિનેશનની પસંદગી કરવી એ પણ આજના સમયમાં મુશ્કેલ બને છે. જો તમે બીચ વળી જગ્યાની પસંદગી કરી હોય તો સુંદર  બિકિની બેગમાં નાખવી ભૂલવી ન જોઈએ. 
 

સ્પેશિયલ ડ્રેસ :
હનીમૂનના સુંદર પળોની વચ્ચે એક ક્ષણ એવી પણ આવે છે કે જાયે પતિ તેની પત્ની માટે કઈક રોમૅન્ટિક કરવાનું પ્લાન કરતો હોય. મોટાભાગના લોકોના હનીમૂનનો પ્રથમ દિવસ રોમેન્ટિક ડિનર ડેટથી શરૂ થતો હોય  છે. આ ક્ષણને ખાસ બનાવવા બેસ્ટ ડ્રેસની પસંદગી કરવી જોઈએ.  
 

ગર્ભનિરોધક દવા :
હનીમૂન દરમિયાન એવી પણ ક્ષણો આવે છે કે જેના પર કાબૂ રાખી શકતો  નથી. આવી સ્થિતિમાં, તમારે  ગર્ભનિરોધક દવાઓ તમારી બેગમાં રાખવી જોઇએ.  ભારતમાં ઘણી જગ્યાએ આ દવાઓ વેચવામાં આવતી નથી તેથી રાહ જોય વગર તેનો ઉપયોગ કરી ટેન્સન મુક્ત થવું જોઈએ. 
 

બેગપેક :
હનીમૂન દરમિયાન એડવેન્ચરની પણ એક અલગ જ મજા છે. એડવેન્ચરના  કેટલાક પ્રેમીઓ હનીમૂન પર ટ્રેકિંગ કરવાનું પણ પસંદ કરે  છે, આવી સ્થિતિમાં તમે તમારી સાથે હેવી બેગ લઇ શકતા નથી. તેથી  સામાનમાં એક નાનો બેગ રાખવો જ જોઇએ જેથી જરૂર હોય તો તે  વાપરી શકાય.
 

સ્લીપવેર: 
કોઈએ સાચું કહ્યું છે કે લગ્ન પછી છોકરીઓની રીતો સંપૂર્ણપણે બદલાઈ જાય છે જેનું સૌથી મોટું ઉદાહરણ છે તેમના સ્લીપવેર.  જો તમે પણ રાત્રે સુવા માટે ટીશર્ટ અને લોઅર નો ઉપયોગ કરો છો, તો લગ્ન કર્યા પછી તરત જ આ આદત બદલો, કારણ કે આ સમયે તમે તમારા પતિ સાથે બેડ શેયર કરવા  જઇ રહ્યા છો, તો આ દરમિયાન તમારા પતિની પસંદગી મુજબ સ્લીપવેર પહેરવું જોઈએ. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application