રાજ્યમાં 4 જૂન સુધી લંબાવાયું આંશિક લોકડાઉન, હોટેલ રેસ્ટોરન્ટમાંથી ટેક અવે અને હોમ ડિલિવરીની રાત્રે 9 સુધી છૂટ

  • May 27, 2021 08:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં કોરોના વાયરસને લઈને જે આંશિક લોકડાઉન જાહેર કરાયું છે તે 4 જૂન સુધી લંબાવવામાં આવ્યું છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 4 જૂન સુધીનું નવું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં કરફ્યુને લઈ જણાવાયું છે કે 28 મેથી રાત્રી કર્ફ્યુ રાત્ર 9 કલાકથી સવારે 6 સુધી રહેશે. 

 

આ નવા જાહેરનામાં અનુસાર હવેથી હોટેલ રેસ્ટોરન્ટમાં ટેક અવે અને હોમ ડિલિવરી સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાશે.જો કે દુકાનો માટેનો સમય સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધીનો જ રહેશે. 

 

4 જૂન સુધી શું રહેશે બંધ 

 

- ગુજરી બજાર, હાટ, શૈક્ષણિક સંસ્થા, કોચિંગ સેન્ટર, સિનેમા, થિયેટર, ઓડીટોરીયમ, હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, જીમ, સ્પા, સ્વિમિંગ પુલ

- લગ્નમાં 50 વ્યક્તિની છૂટ, અંતિમક્રિયામાં 20 વ્યક્તિ

- તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ

- ધાર્મિકસ્થળ જાહેરજનતા માટે બંધ

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS