હોટલ સાથે કોરોના વેક્સીનેશનનું પેકેજ આપતી હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરો : કેન્દ્ર સરકાર

  • May 30, 2021 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેન્દ્ર સરકારએ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એવી હોસ્પિટલો સામે કાયદેસર કાર્યવાહી કરવા જણાવ્યું છે કે જેઓ હોટલોની ભાગીદારીમાં કોવિડ રસીકરણના પેકેજ આપી રહી છે. કેન્દ્રનું કહેવું છે કે આ નિર્ધારિત માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે. 

 

 

કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં આ નિર્દેશ આપ્યા છે. આરોગ્ય મંત્રાલયના સચિવ મનોહર અગ્નાનીએ જણાવ્યું હતું કે, "મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે કેટલીક ખાનગી હોસ્પીટલો સાથે કેટલાક હોટલો કોવિડ રસીકરણ માટે પેકેજ આપી રહી છે. આ રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ માટે અપાયેલી માર્ગદર્શિકા વિરુદ્ધ છે.

 

 

તેમણે વધુમાં લખ્યું છે કે રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમ હેઠળ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્ર અને ખાનગી કોવિડ રસીકરણ કેન્દ્ર સિવાય અન્ય કોઈ સ્થળે રસીકરણ કરી શકાતું નથી. તેથી હોટલોમાં રસીકરણ માર્ગદર્શિકા વિરુદ્ધ છે અને તેને તાત્કાલિક બંધ કરવું જોઈએ.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021