ભાઈ વાહ... 'તારક મહેતા...'ના એક પણ કલાકાર–સ્ટાફનો પગાર કપાયો નથી...

  • June 25, 2020 03:27 PM 1153 views

 

થોડા દિવસ પહેલાં એવા અહેવાલો વહેતા થયા હતા કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોઢીનું પાત્ર ભજવનારા કલાકાર ગુરુચરણસિંહ સોઢીએ શો છોડી દીધો છે. આ પછી એવી અટકળો પણ વહેતી થઈ હતી કે ફરી એક વખત ગુરુચરણે વ્યકિતગત કારણોસર શોમાંથી વિદાય લઈલીધી છે પરંતુ હવે આ વિશે પ્રોડયુસર અસિત મોદીનું નિવેદન સામે આવ્યું છે.

 

આસિતે ગુરુચરણ દ્રારા શો છોડવાની અટકળને ખોટી ગણાવી છે એટલું જ નહીં શો સાથે જોડાયેલી અન્ય જાણકારી પણ આપી છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી તેણે એક પણ કલાકાર કે અન્ય સ્ટાફનો પગાર કાપ્યો નથી.

 

આસિત મોદીએ જણાવ્યું કે હું ખરેખર નથી જાણતો કે આ વિશેની અટકળો કયાંથી વહી રહી છે. અત્યારે હું મારી આગળની કહાનીઓ લખવા અને શૂટિંગ ફરીથી શરૂ કરવાની તારીખો પર નિર્ણય લેવામાં વ્યસ્ત છું.

 

તેમણે કહ્યું કે અમે કલાકારને ચૂકવાતાં પેમેન્ટમાં બિલકુલ કાપ મુકી રહ્યા નથી અને તો અન્ય સ્ટાફ સાથે આવું કરી રહ્યા. હું કોશિશ કરીશ કે આગામી સમયમાં પણ અમારે પગારકાપના ઉપાયોનો સહારો ન લેવો પડે. 

 

હું મારા કોઈ પણ કલાકારને સેટ પર આવવા અને શૂટિંગ કરવા માટે મજબૂર નહીં કરું. જો તેઓ બહારની સ્થિતિને કારણે અસહજ હશે તો હું તેના નિર્ણયનું સન્માન કરીશ. સીરિયલનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાની સંભાવના હતી પરંતુ હજુ નિર્માતાઓ તારીખ નક્કી કરી શકયા નથી. દયાબેનની વાપસી અંગે પણ આસિત મોદીએ કોઈ ચોખવટ કરી નહોતી.
 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application