વધુ એક એક્ટરએ છોડ્યો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' શો

  • July 31, 2020 03:42 PM 556 views

 

ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ૨૮ જૂલાઈએ ૧૨ વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આપ્રસંગે શોના પ્રોડયુસરે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ખુશી પણ વ્યકત કરી છે પરંતુ એક અટકળ વહેતી થઈ છે કે શોમાં અંજલીનું પાત્ર ભજવનારી નેહા મહેતાએ શો છોડી દીધો છે.


સૂત્રોના જણાવ્યા અનુસાર નેહાએ શોને બાયબાય કરી દીધું છે. જો કે આમામલે નેહાનો સંપર્ક સાધવાની કોશિશ કરાઈ તો તેહા તરફથી કોઈ જ જવાબ મળ્યો નહોતો. નેહા શોમાં તારક મહેતાની પત્ની અંજલીનો રોલ કરી રહી હતી. તારક અને અંજલી વચ્ચે ઘણી વખત મીઠી તું તું મેં મેં પણ જોવા મળતી હતી. અંજલી એક ડાયેટીશ્યન હતી જેના કારણે તે તારક મહેતા સાથે ખાવા–પીવાને લઈને મગજમારી કરતી હતી. બીજી બાજુ શોમાં રોશનસિંહ સોઢીનો રોલ ભજવનારા ગુરુચરણસિંહ પણ શો છોડી રહ્યાની અટકળો વહેતી થઈ હતી. જો કે પ્રોડયુસરે આ વિશે કહ્યું હતું કે તેમને આ વાતની કોઈ ખબર નથી. હજુ સુધી તેણે સેટને જાણ કરી નથી. આ શોનું શૂટિંગ ૧૦ જૂલાઈથી શરૂ થઈ ગયું છે અને ૨૨ જૂલાઈથી તેના નવા એપિસોડ આવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application