આ પાકિસ્તાની સિંગરનું ગીત ગીત મ્યુઝીક કંપનીએ youtube પરથી ઉતારી લીધું, મનસે પાસે માગી માફી

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બુધવારે પાકિસ્તાની સિંગર આતીફ અસ્લમના ગીતને કંપનીએ પોતાની youtube ચેનલથી હટાવી દીધું છે. મ્યુઝિક કંપનીએ આ નિર્ણય રાજનૈતિક પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વિરોધ બાદ લીધો છે. મરજાવાના ગીત પર કિતના સોનાના આતીફ અસલમ  વાળા વર્ઝનને ટી ટી સીરીઝ કંપનીએ youtube ચેનલ પર રિલીઝ કર્યું હતું.

 

જોકે ત્યાર બાદ મનસેના પ્રેસિડેન્ટ અમેય ખોપકરે પ્રોડક્શન હાઉસને વિડિયો નહીં હટાવવા માટે મોટા પગલા લેવામાં આવશે તેવી ચેતવણી આપી હતી. મનસેના પ્રમુખ રાજ ઠાકરેના નામથી લખવામાં આવેલા એક પત્ર માટે ટી સીરીઝે પોતાની સફાઈ આપતા જણાવ્યું છે કે ગીત ભૂલથી યુટ્યુબ પર અપલોડ કરી દેવામાં આવ્યું હતું.

 


પત્રમાં જણાવ્યા પ્રમાણે આતીફ અસલમ દ્વારા આપવામાં આવેલ આ ગીતને અપલોડ કરવાની વાત કરવામાં આવી રહી છે. પરંતુ જે એક કર્મચારીએ youtube પર ભૂલથી અપલોડ કરી દીધું હતું ત્યારબાદ તેને તેની આ હરકત અંગે અંદાજ ન હતો, જેના કારણે તેનાથી આ ભૂલ થઈ હતી અને અમને તે બદલ અફસોસ છે અને આ માટે અમે માફી માંગીએ છીએ.


એ બાબતની ખાતરી આપીએ છીએ કે આ ગીત આમારા પ્લેટફોર્મ પર રિલીઝ નહીં થાય અને અમે આ ગીતને પ્રમોટ કરીશું. અમે આ ગીતને હટાવી રહ્યા છીએ અને તમને આશ્વાસન આપીએ છીએ કે કોઈ પણ પાકિસ્તાની કલાકારને આસિસ્ટ નહીં કરીએ, ગલવાન ઘાટીના હુમલા બાદ મનમાં એ બાબત દ્રઢ થઈ ગઈ છે કે કોઈ મ્યુઝિક કંપની ક્યારેય કોઈ પાકિસ્તાની સિંગર સાથે ક્યારેય કામ નહીં કરે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS