કઈ રીતે જાણશો કે તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નહીં 

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોરોનાવાયરસ ના સંક્રમણથી બચવા માટે હજુ સુધી કોઇ વ્યક્તિ કે દવા શોધી શકાઇ નથી એવા મા મજબૂત રોગ પ્રતિકારક શક્તિ એકમાત્ર ઉપાય છે કે જેના દ્વારા આ વાઇરસ નો મુકાબલો કરી શકાય છે, મજબૂત રોગપ્રતિકારક શક્તિ માટે આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

 

તબીબો જણાવી રહ્યા છે કે કોરોના વાયરસની ઝપેટમાં એ લોકો સરળતાથી આવી જાય છે કે જેમની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, એવામાં કોઈને પહેલેથી બીમારી હોય અથવા તો તેઓ સિગરેટ કે પછી આલ્કોહોલ નું સેવન કરી રહ્યા હોય કે પછી ખાવા-પીવાની ખોટી આદતોના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.

 

રોગ પ્રતિકારક શક્તિ નબળી પડવાના કારણે તમે વારેવારે બીમાર પડી શકો છો, અને તમને તેમાંથી બહાર આવતા સમય લાગી શકે છે, જો તમારી અંદર આ પ્રકારના લક્ષણો જોવા મળતાં હોય તો તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે.

 

મોટાભાગે લોકો થાક અને સુસ્તી મેં શું કરતા હોય તો એનું કારણ એ પણ હોઈ શકે કે તેમની ઊંઘ પૂરતી ન થતી હોય અથવા તો તને એનિમિયા  હોયતો તમને એના કારણે ખબર ન હોય તો પૂરતી ઊંઘ લેવા છતાં પણ થાકનો અનુભવ થાય છે આવું થાય તો સમજી જાઓ કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે.

ઋતુ બદલવાની સાથે ઘણા લોકો બીમાર પડતા હોય છે ખાસ કરીને શિયાળામાં મહિનાઓ લોકો વધારે બીમાર પડતા હોય છે ત્યારે એવું બની શકે છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી હોય પ્રતિકારક શક્તિ નબળી હોય ત્યારે બેક્ટેરિયા વાયરસ અને બિમારી સામે લડાઈ ચાલી રહી હોય છે ત્યારે મોટાભાગે યુરિન ઇન્ફેક્શન મોઢામાં ચાંદા કફ ખાંસી કે પછી ફૂલોની ફરિયાદો જોવા મળતી હોય છે આવું જોવા મળે તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

 

ઘણા બધા લોકોને દરેક ઋતુમાં એલર્જીની સમસ્યા જોવા મળે છે, જેના કારણે તેમને ઋતુગત તાવ આવતો હોય છે.આ કારણે આંખોમાં હંમેશા પાણી રહે છે, અને ખાવાપીવાની કોઈપણ ચીજ નું રિએક્શન પણ આવે છે જેમાં ત્વચા પર કરચલી પડવી સાંધામાં દુખાવો થવો કે પેટ માં ગડબડ ની સમસ્યા રહેતી હોય ત્યારે પણ સમજવું કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે.

 

તમારા વાર લાગે અને ચામડી સૂકી પોપડા જેવી બનતી જાય ત્યારે સમજવું કે તમારી રોગપ્રતિકારક શક્તિ નબળી છે કે પછીઆ સમસ્યા શરદી અને ફ્લૂના કારણે થઈ રહી છે મોટાભાગના લોકો એક સપ્તાહમાં સ્વસ્થ થઇ જતા હોય છે પરંતુ વધારે સમય સુધી રહેતો હોય ત્યારે સમજવું કે તમારા શરીર સંક્રમણ સાથે લડાઈ કરી શકવા માટે સક્ષમ નથી ત્યારે ખાવું કરવામાં સમય લાગે છે અને ડાયાબિટીસ નું લક્ષણ પણ હોઈ શકે છે.

 

આંતરડામાં ઉપસ્થિત બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિ પર સીધી અસર પાડે છે જો તમને વારેવારે ડાયરિયા અને ગેસ સોજા વગેરેની ફરિયાદ જોવા મળતી હોય તો એ બાબતનો સંકેત છે કે તમારી રોગપ્રતિકારક શક્તિ વ્યવસ્થિત રીતે કામ કરી રહી નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS