ડિપ્રેશનનો શિકાર હતા સુશાંત, આ બીમારીની ઓળખ કઈ રીતે કરશો ?

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

બોલીવુડ પોતાનો એક કીમતી તારો  ગુમાવ્યો  છે. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાની ખબર એ માત્ર બોલિવૂડને  નહીં પરંતુ સમગ્ર દેશના લોકોને શોકમાં ડુબાડ્યા છે. પોલીસ રિપોર્ટ પ્રમાણે સુશાંત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. આવો જાણીએ ડિપ્રેશનના લક્ષણો.

 

ડિપ્રેશન એક એવી બીમારી છે, જેમાં વ્યક્તિની પોતાની જાણવાની અને સમજવાની શક્તિ ખોવાઈ જાય છે. કોઈ દુર્ઘટના જીવનમાં મોટું પરિવર્તન કે સંઘર્ષ કામમાં બોજ, એકલાપણું, હોર્મોન્સમાં બદલાવ, ચિંતા સિવાય ખાનપાનની ખોટી આદતો પણ આ બીમારીનું કારણ બની શકે છે. 

 

ડિપ્રેશનના લક્ષણો

 

  • તનાવ અને ચિંતામાં રહેવું.
  • ઊંઘની કમી હોય.
  • ઉદાસી સાથે નકારાત્મક વિચારમાં વધારો.
  • ભવિષ્યની ચિંતા થવી.
  • ભુખ વધારે કે ઓછી લાગવી.
  • નાની-નાની બાબતો પર ગુસ્સો આવવો
  • પોતાને નુકસાન પહોંચાડવું કે જીવન ખતમ કરવાની ઇચ્છા થવી.

 

 

ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે શું શું કરવું જોઈએ 

 

1. આ પરિસ્થિતિમાં દર્દીઓને ક્યારેય એકલા રહેવું જોઈએ નહીં તેને મિત્ર તેમજ પરિવાર સાથે વધારે સમય વિતાવવો જોઇએ, તેમજ મનની અંદર રહેલી બાબત શેર કરવી જોઈએ. 

 

2.માનસિક સ્વાસ્થ્ય કસરત ઉપરાંત યોગ પણ શ્રેષ્ઠ વિકલ્પ છે, જેવા કે સૂર્યનમસ્કાર, માર્જરી આસન, વીર ભદ્રાસન, સર્વાંગાસન  પ્રાણાયામ વગેરે યોગા કરવા જોઈએ.

 

3. રોજ ઓછામાં ઓછું અડધી કલાક ડાન્સ કરવો જોઈએ જેથી શરીર અને મન બંનેને આરામ મળે છે. આ માટે રોજ કથક, ભારતનાટ્યમ સેવા ડાન્સ ફોર્મ તમે કરી શકો છો. આ સિવાય ડિપ્રેશન દૂર કરવા માટે પૂરતી ઊંઘ લેવી પણ જરૂરી છે.

 

4. ડાયટમાં ફાઇબર પ્રોટીન કોમ્પલેક્ષ  કાર્બો, વિટામીન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજી, ઋતુગત ફળફળાદી, જો બદામ ટામેટા ખેડા ગ્રીન ટી પાલક એલચી સહિતના ખોરાક નાળિયેર પાણી, બીટ, હળદર વગેરે લેવા જોઈએ.

 

આ ખોરાકથી દૂર રહો

 

જંક ફુડ, ખાંડ, માંસાહાર, વાસી ભોજન, ધુમ્રપાન, દારૂ કે કોઈપણ પ્રકારનું વ્યસન, ચા કે કોફી નો વધારે પડતું સેવન.

 

ડોક્ટર પાસે ક્યારે જવું જોઈએ

 

ઘણી વખત વ્યક્તિને કોઈ દુર્ઘટના ના કારણે માનસિક આઘાત લાગે કે થોડા સમય માટે અવસાદ આવે ત્યારે ડોક્ટરની સલાહ લેવી જોઈએ. સતત થવાના કારણે માનસિક પરિસ્થિતિમાં બદલાવ આવે છે, જેના કારણે વ્યક્તિને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS