કોરોના ડુબ્યું મીઠી મીઠી ચાસણીમાં.... જાણો શા માટે

  • April 07, 2020 02:54 PM 224 views

 

કોરોના વાયરસનું નામ આવતાં જ મનમાં ડર બેસી જાય છે. તેવામાં કલકત્તાના એક મીઠાઈવાળાએ કોરોનાને મીઠી મીઠી મીઠાઈ બનાવી દીધું છે. કલકત્તાના મીઠાઈવાળા કોરોના જેવા સંદેશ બનાવી વહેંચી રહ્યા છે. આ મીઠાઈનો ફોટો એક યૂઝરએ ટ્વીટર પર પણ શેર કર્યો છે. આ મીઠાઈ સાથે તેમણે સલામતી અને સાવચેતીનો સંદેશ અનોખી રીતે આપ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે હાલ દેશભરમાં લોકડાઉન છે પરંતુ પશ્ચિમ બંગાળ મીઠાઈ સમિતિએ મુખ્યમંત્રી મમતા બેનર્જીને રજૂઆત કરી હતી કે લોકડાઉનમાં દૂધ અને અન્ય વસ્તુઓ વેડફાઈ નહીં તે માટે તેમને દુકાન ખોલવાની અનુમતિ આપે. તેવામાં અહીં રોજ 12થી 4 દુકાનો ખુલે છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application