ધ્રોલમાં પોલીસને બાતમી આપવાની શંકા સેવી યુવકને ધમકી

  • March 04, 2023 07:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં રહેતા યુવાનને પોલીસમાં બાતમી આપે છે એવી શંકા રાખીને બે શખ્સોએ મારી નાખવાની ધમકી દીધાની ફરીયાદ દાખલ થઇ છે.



ધ્રોલ તાલુકાના હરીપર ગામમાં રહેતા મનિષ ધીરજભાઇ પરમાર (ઉ.વ.૨૧) નામના યુવાનને આરોપીઓએ તું કેમ અમારી બાતમી પોલીસને આપશ તેમ કહી તારા પગના નળા ભાંગી નાખવા છે, હવે જીવતો રહેવા દેવો નથી તેમ મોબાઇલ અને રૂબરૂ ધમકી દઇ, અપશબ્દો બોલી, એકબીજાને મદદગારી કરી હતી.



આ અંગે મનિષભાઇએ ગઇકાલે ધ્રોલના પવન ઉર્ફે મયુર રાજેશ શ્રીમાળી અને માંડા ખીમા જુંજાની વિરુઘ્ધ ફરીયાદ કરી હતી. બે દિવસ પહેલા ધમકી દીધાનો મામલો ગઇકાલે પોલીસ મથકે પહોંચતા ફરીયાદના આધારે આરોપીઓની અટક કરવા તપાસ લંબાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application