મુંબઈ પોલીસે આપ્યો સુશાંતની આત્મહત્યાનો ફાઇનલ રિપોર્ટ , જાણો કયું કારણ આવ્યું બહાર

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા મામલે ફાઇનલ રિપોર્ટ સામે આવી ગયા છે. જેમાં પોલીસને જાણવા મળ્યું છે કે ફાંસી લગાવવાના કારણે સુશાંત નું મોત થયું હતું પાંચ ડોક્ટરોની ટીમે પોસ્ટમોર્ટમ રિપોર્ટની એનાલિસિસ કર્યું હતું.


 જોકે હજુ વિસરા રિપોર્ટ આવવાની રાહ જોવામાં આવી રહી છે. જ્યારે મુંબઈ પોલીસે ડીજે આ રિપોર્ટ માટે પત્ર પણ લખ્યો છે.


મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર એ સવાલ ઉઠી રહ્યો છે કે કોઈએ સુશાંતને ગળુ દબાવીને મોતને ઘાટ ઉતાર્યો છે કે તેને જાતે આમ કર્યું છે.


સુશાંતના શરીર પર હજુ સુધી કોઈ નિશાન મળ્યા નથી કે ન નખ જેવું કશું મળ્યું છે. સુશાંતના સીએ પાસેથી પોલીસ દ્વારા નિવેદન લેવામાં આવી રહ્યું છે, જ્યારે ડોક્ટર નું સ્ટેટમેન્ટ હજુ સુધી લેવામાં આવ્યું નથી.

 

આ દરમિયાન 23 લોકોનાં નિવેદન અત્યાર સુધીમાં લેવામાં આવ્યા છે. તપાસમાં પોલીસને એ બાબત ખબર પડી છે કે 2012 માનસિક શાંતિ યશરાજ ફિલ્મ્સ સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો ત્યારથી ફિલ્મોને લઈને સુશાંત સિંહની છેલ્લી વાતચીત તેના મેનેજર ઉદયસિંહ ગોરી સાથે થઈ હતી.

 

14 જૂને સુશાંત સિંહ રાજપૂતે મુંબઈમાં પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી સુશાંતના નિધન પછી મુંબઈ પોલીસ સતત એ બાબતની તપાસ કાર્યવાહી કરી રહી હતી તેમજ આ મામલે સુશાંત ના મિત્રો નોકર તેમજ તેના સંબંધીઓ સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS