સુશાંતને આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ રીયા ચક્રવર્તી સામે  કેસ દાખલ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ પોલીસે આ મામલેમાં પોતાની તપાસ કાર્યવાહી કરી રહી છે. પોલીસે જાણવાની કોશિશ કરી રહી છે કે એવું શું થયું હતું કે સુશાંતે આત્મહત્યા કરવાનો નિર્ણય લેવો પડ્યો.


 તેની વચ્ચે અભિનેત્રી રીયા ચક્રવતી માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. બિહારમાં સુશાંતની આ મિત્ર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 

અભિનેત્રી રીયા ચક્રવર્તી પર એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેમણે સુશાંત ને આત્મહત્યા કરવા માટે પ્રેર્યો હતો. મુઝફરનગરના પતાહીના રહેવાસી કુંદન કુમારે રીયા ચક્રવર્તી પર એ આક્ષેપ મૂક્યો છે, આ અંગે શનિવારે સીજેએમ કોર્ટમાં તેમણે પોતાની અરજી દાખલ કરી છે. જેની સુનાવણી 24 જૂને થવા જઈ રહી છે.

 


કુંદન કુમારનું માનીએતો રીયા ચક્રવર્તીએ સુશાંત સિંહ રાજપૂતનો ભરપૂર ઉપયોગ કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે સુશાંતને માનસિક અને આર્થિક રૂપે હેરાન કરવામાં આવી રહ્યા હતા. એટલું જ નહીં કુંદનને એવું લાગે છે કે જ્યારે રીયાની કારકિર્દી સેટ થઈ ગઈ ત્યારે તેને સુશાંતને છોડી દીધો.

 


આ સિવાય કુંદન કુમારના વકીલે પણ કેટલીક એવી બાબત જણાવી છે. તેઓ જણાવે છે કે મારા અસીલ સુશાંતના ખૂબ મોટા ચાહક છે. સુશાંતની આત્મહત્યા બાદ તેઓ ઘણા ચિંતિત છે. તેમણે આઈપીસીની ધારા 306 અને 420 હેઠળ આ કેસ દાખલ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS