સુશાંતની મોત બાદ પહેલીવાર રિયાએ તોડ્યું મૌન, રડતા રડતાં કહી આ વાત

  • August 01, 2020 09:47 AM 329 views

 

ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં રિયા ચક્રવર્તી વિરુદ્ધ થયેલા કેસ અને તેના અંગે ચાલતી ચર્ચાઓ પર હવે અભિનેત્રીએ મૌન તોડ્યું  છે. તેણે એક વીડિયો શેર કરી કહ્યું છે કે તેને ન્યાયિક પ્રણાલીમાં વિશ્વાસ છે. મામલો કોર્ટમાં છે તેથી તે મૌન છે. મને વિશ્વાસ છે કે સત્યની જીત થાશે. અભિનેત્રીનો આ વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે.



રિયા ચક્રવર્તીએ સોશિયલ મીડિયા પર એક નાનો વીડિયો પોસ્ટ કરતાં કહ્યું કે, 'આ મામલો કોર્ટમાં છે, તેથી હું ચૂપ છું. મને ન્યાયિક પ્રણાલીમાં પૂરો વિશ્વાસ છે. સત્ય સામે આવશે તેની મને ખાતરી છે. સત્યમેવ જયતે.

 

રિયાએ આટલા સમયમાં પહેલીવાર પોતાનું મૌન તોડ્યું હતું. રિયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેતા સુશાંતના મોત બાદ રિયાનો આ પહેલો વીડિયો શેર કરવામાં આવ્યો છે. સુશાંતના પિતાએ ઘણા ગંભીર આરોપો સાથે રિયા સામે એફઆઈઆર નોંધાવી છે ત્યારથી અભિનેત્રીની મુશ્કેલી ઘણી વધી ગઈ છે. 



 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application