21 જૂને સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કેવું ફળ આપશે, ચાલો જાણીએ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 


સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્ર પર આવે છે ત્યારે પૃથ્વી રજસ્વલા હોય છે એવી વાયકા છે. જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યની રાશિ બદલાવા અને નક્ષત્ર બદલાવા પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.આમ તો સૂર્ય વર્ષભરમાં તમામ રાશિઓ અને નક્ષત્રમાંથી પસાર થતો હોય છે પરંતુ આદ્રા નક્ષત્રમાં તેના પ્રવેશને વધારે મહત્વ આપવામાં આવે છે. આ દિવસે ભગવાન શંકર અને વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. તેમજ તેમને ખીર અને પૂરી તથા કેરીનો ભોગ ધરવામાં આવે છે.

 

આ નક્ષત્ર ઉત્તર દિશાનો સ્વામી છે, અને આ નક્ષત્રનો સ્વામી રાહુ છે. આકાશ મંડળમાં બ્રહ્માંડમાં કુલ ૨૭ નક્ષત્ર આવેલા છે, જેમાંથી આદ્રા નક્ષત્રનો ક્રમ છઠ્ઠો માનવામાં આવે છે.

 

આ નક્ષત્ર મૃગશીર્ષ અને પુનર્વસુ નક્ષત્રની વચ્ચે આવેલું છે.આપણા શાસ્ત્રોમાં ખાસ કરીને વામન પુરાણમાં કહેવામાં આવ્યું છે કે આદ્રા નક્ષત્ર ભગવાન વિષ્ણુના વાળમાં વસવાટ કરે છે.

 

આ નક્ષત્રને જીવનદાતા પણ કહેવામાં આવે છે. જ્યારે સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે ત્યારે સંપૂર્ણ ઉત્તર ભારતનાં રાજ્યોમાં ખીર અને કેરી ખાવાની પરંપરા ચાલી આવે છે.

 

લોકો તેને ખૂબ જ શુભ માને છે પાપગ્રહ રાહુના આદ્રા નક્ષત્રમાં આવવાના કારણે મહામારી અને અનિષ્ઠનો કારક માનવામાં આવે છે. જ્યારે સૂર્યનું આ નક્ષત્રમાં હોવું શુભ માનવામાં આવે છે.


આદ્રા નો અર્થ હોય છે ભેજ, સૂર્ય આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે તો ધરતી રજસ્વલા થાય છે જે ઉત્તમ વરસાદનું પ્રતીક માનવામાં આવે છે. જુન મહિનાના ત્રીજા સપ્તાહમાં આદ્રા નક્ષત્રનો ઉદય થાય છે. ત્યારે પ્રચંડ ગરમી થવાના કારણે પરેશાન લોકોને રાહત થવાની સંભાવના હોય છે. ઋતુ મા પરિવર્તન નજરે પડવા લાગે છે. ભેજવાળા પવન સાથે રુતુમા ફેરફાર અનુભવી શકાય છે.


જ્યોતિષશાસ્ત્ર અનુસાર વર્ષમાં છ મહિના સૂર્ય ઉત્તરાયણ અને છ મહિના દક્ષિણાયન માં રહે છે સૂર્ય દક્ષિણાયનમાં આવું વર્ષાઋતુનો શુભ આરંભ માનવામાં આવે છે આદ્રા નક્ષત્રમાં સૂર્યનો પ્રવેશ યોગનું નિર્માણ કરે છે. ખેડૂતોને સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ માટે લાંબા સમયથી રાહ જોતા હોય છે.

 

આ વખતે ૨૧ જૂને 11:28 સૂર્યદેવ જેઠ માસની શુક્લ પ્રતિપદા તિથિ પર આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે આ વખતે તેમનું આદ્રા નક્ષત્રમાં પ્રવેશવાનો સંયોગ બની રહ્યો છે. જ્યારે પણ શુભ ગ્રહ ગુરુ ,શુક્ર અને બુધ વક્રી થઈને સારો વરસાદ આવવાના સંકેત આપે છે અને ત્રણ ગ્રહ શનિ, રાહુ અને કેતુ પણ વક્રી અવસ્થામાં પ્રાકૃતિક આપતિઓ માં વધારો થવાનો દુયોગ બનાવી રહ્યા છે. એક બાજુ છ ગ્રહો વક્રી થશે ત્યારે ગ્રહોમાં સેનાપતિનીનો દરજ્જો પ્રાપ્ત કરનાર મંગળ રાશિ મીનમાં બેસી અને સૂર્ય, ચંદ્ર, બુધ તથા હોને દ્રષ્ટિ કરી રહ્યા હશે.આ યુતિ છે જે સમુદ્રમાં વાવાઝોડું તોફાન પુર વધારે વરસાદ અને ભૂસ્ખલનના અણસાર પણ દર્શાવી રહી છે.

 

સૂર્યના આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશના સમયને લગ્નકુંડળી, તિથિ, વાર નક્ષત્ર યોગ વગેરે તથા  આ વર્ષમાં ચોમાસાનો પ્રભાવ કેવો છે તેનું આકલન કરી શકાય છે.સૂર્યનો આદ્રા નક્ષત્રમાં પ્રવેશ થવાથી તમામ બાર રાશિઓ પર પ્રભાવ પડશે મેષ, કન્યા અને મકર માટે તેનો પ્રભાવ શુભ રહેશે જ્યારે વૃષભ, કન્યા તથા કર્ક રાશિવાળા માટે ધનહાનિ અને સચેત રહેવાની જરૂરિયાત દર્શાવે છે જ્યારે વૃશ્ચિક રાશિવાળા માટે આ સમય થોડો કષ્ટદાયક રહેશે અન્ય તમામ રાશિવાળા માટે આ સમય મિશ્ર પરિણામ આપનાર રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS