ત્રીજી વેવ આવે તો ટેસ્ટિંગ વધારવા યુનિ.ના ફાર્મસી વિભાગની લેબમાં સર્વે

  • June 18, 2021 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીમાં આવેલા ફાર્મસી વિભાગમાં હાલમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ લેબ કાર્યરત છે. કોરોનાની બીજી વેવ હાલ અંકુશમાં છે. જોકે કોરોનાની ત્રીજી વવેને ધ્યાને લઇને આ લેબની ટેસ્ટિંગ કેપેસીટી વધારવા માટે સરકાર દ્રારા સર્વે હાથ ધરવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે. સંજોગો અનુસાર આ લેબમાં દરરોજના ૫૦૦ જેટલાં સેમ્પલનું ટેસ્ટિંગ કરવા માટે આવશ્યક બાબતોની માહિતી મેળવવામાં આવી હતી.

 

 

કોરોનાની બીજી વેવમાં મહત્તમ કેસ નોંધાતા શહેરની તમામ લેબોરેટરીમાં સેમ્પલનો બોજ વધ્યો હતો. ખાસ કરીને આરટીપીસીઆર ટેસ્ટ તથા તેના રિપોર્ટ માટે કલાકો સુધી રાહ જોવી પડતી હતી. જેને પગલે ૨૦ મેના રોજ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનમાં આરટીપીઆર ટેસ્ટિંગ લેબ શ કરવામાં આવી હતી. ગ્રામ્ય વિસ્તારોમાંથી સેમ્પલ કલેકટ થયા બાદ તેનું ટેસ્ટિંગ અહી કરવામાં આવે છે. જો કે હવે કોરોનાની બીજી વેવ અંકુશમાં છે પરંતુ ત્રીજી વેવની સંભાવનાને પગલે શહેરની આરોગ્ય વ્યવસ્થા સુદ્રઢ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં છે. જેના ભાગપે યુનિવર્સિટીમાં આવેલ ફાર્મસી વિભાગની ટેસ્ટિંગ લેબની કેપેસિટી વધારવા માટે સરકાર દ્રારા સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

 


ફાર્મસી વિભાગની હાલની કેપેસિટી ૧૦૦–૨૦૦ ટેસ્ટની છે જે ૫૦૦ સુધીની કરવા માટે લેબમાં આવશ્યક ચીજ વસ્તુઓની માહિતી મેળવવામાં આવી હતી. જેમાં જો ટેસ્ટિંગ કેપેસિટી વધારવામાં આવે તો ૩–૪ સ્ટાફની ભરતી કરવી પડે તથા કુલીંગ સેન્ટ્રી યુઝ મશીનની આવશ્યકતા તથા બજેટમાં વધારો કરવા સહિતની માંગ કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS