ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે, માવઠાંથી સાબરકાંઠામાં 982 હેક્ટરમાં પાકને નુકસાન

  • March 26, 2023 09:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાબરકાંઠા જિલ્લામાં વરસેલા કમોસમી છુટા છવાયા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલ કોળીયો છીનવી લીધો છે. જિલ્લાના હિંમતનગર, તલોદ, ઈડર, પોશીના સહિતના તાલુકાઓમાં વધુ વરસાદ વરસતા પાકને ભારે નુકસાન થયું છે.કમોસમી વરસાદે જિલ્લાના 50000 હેક્ટર વાવેતર વિસ્તારને ઘમરોળ્યો હતો જેમાં સૌથી વધુ નુકસાન હિંમતનગર અને ઈડર તાલુકામાં થયું છે. ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો હતો અને તમામ ગામોની તપાસ બાદ 982 હેક્ટરમાં પાકને નુકસાન થયાનું રિપોર્ટ સામે આવ્યો છે. ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા 13,500 વળતર લેખે જિલ્લામાં કુલ એક કરોડ બત્રીસ લાખ સત્તાવન હજારનું વળતર મળવાની સંભાવના છે. ત્યારે નુકસાન ગ્રસ્ત વાવેતરનો આંકડો ઊંટના મોઢામાં જીરૂની કહેવત ને યથાર્થ સાબિત કરી રહ્યો છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application