સુંદરમ સિટી હાઇ રાઇઝ એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીનું સરપ્રાઇઝ ચેકિંગ, મોકડિ્રલ અને ટ્રેનિંગ

  • March 27, 2023 03:52 PM 


હાઇરાઇઝ બિલ્ડિંગના રહીશો પોતાના બિલ્ડિંગમાં મોકડિ્રલ ઇચ્છે તો અરજી આપે, મ્યુનિ.ટીમ આપશે તાલીમ




રાજકોટ મહાનગરપાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્રારા તાજેતરમાં રાજકોટ શહેર વિસ્તારમા સુંદરમ સીટી હાઇરાઇઝ એપાર્ટમેન્ટ, રેલનગર ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ.વી.ખેર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર બી.જે.ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટીનું સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યા બાદ મોકડ્રીલ અને રહીશોને ફાયર સેફટીની ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યુ હતું.





ઉપરોકત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન સુંદરમ સીટી, રેલનગર, રાજકોટ બિલ્ડીંગના અંદાજે ૬૦ થી ૭૦ જેટલા રહેવાસીઓ આ મોકડ્રીલમાં જોડાયા હતા જે મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ઓફીસર એ.બી.ઝાલા, ફાયરમેન રણજીતભાઇ, વિજયભાઇ ડ્રાઇવર આશિષભાઇ તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્રારા બિલ્ડીંગની ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોનો આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સિસ્ટમ અને સાધનો તથા ફાયર એસ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો, તેની જાળવણી તથા કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો તે અંગે તાલીમનું આયોજન કરવામા આવ્યુ હતું.





અધિકારી સૂત્રોએ ઉમેયુ હતું કે ફાયર સેફટી બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી રાજકોટ વધુને વધુ સુરક્ષિત બને તે માટે અનુરોધ છે. શહેરના જે કોઇ બિલ્ડીંગ દ્રારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરવામાં આવશે તેમને પહેલી તક આપવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application