સુરેન્દ્રનગર: ગેડીમાં ૨ ભાભીની મદદથી શખસે સગીર નણંદ ઉપર દુષ્કર્મ આચર્યું

  • March 24, 2021 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લીંબડી તાલુકાના ગેડી ગામે રહેતી બે ભાભીઓએ ગામના બે યુવકોની સાથે મળીને સગીર વયની નણંદને લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગઈ હતી. સગીરા સાથે એક હવસખોરે દુષ્કર્મ કર્યું હતું. આ અંગે સગીરાની માતાએ પાણશીણા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.


લીંબડી તાલુકાના ગેડી ગામે એક જ ઘરમાં રહેતી દેરાણી અને જેઠાણીએ ગામના યુવક પ્રકાશ પઢાર સાથે મળીને સગીર વયની નણંદને લલચાવી ફોસલાવી બાઈકમાં બેસાડી ભગાડી ગયા હતા. એક જ બાઈકમાં સવાર થઈ સગીરા, પ્રકાશ અને બન્ને ભાભીઓ રળોલ ગામે પહોંચ્યાં હતા.


રળોલ ગામે અજીત ગગજીભાઈ બાઈક લઈને ઊભો હતો. ભાભીએ તેની સાથે સગીરાને અજીતના બાઈક પાછળ બેસાડી દીધી. ત્યારબાદ અજીતે સગીરાને પાણશીણા પોલીસ મથકના વિસ્તારમાં લઈ જઈ અવાવરું જગ્યાએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો હતો. સગીરાએ ઘરે આવી માતા-પિતાને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. સગીરાના માતાએ પાણશીણા પોલીસ મથકે સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર હવસખોર અજીત ગગજીભાઈ, તેમની મદદગારી કરનાર પ્રકાશ પઢાર અને બન્ને પુત્રવધૂઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ગેડી ગામની બન્ને ભાભીઓએ મદદગારી કરી સગીર વયની નણંદ પર દુષ્કર્મ કરાવ્યાં અંગેના સમાચાર ફેલાતાં લીંબડી પંથકના લોકોએ ચારેય વ્યક્તિઓ ઉપર ફિટકાર વરસાવી હતી.

સુરેન્દ્રનગરના રતનપર ખોલડીયાદમાંથી દારૂ સાથે ૨ ઝબ્બે, ૧ ફરાર
સુરેન્દ્રનગર:જોરાવરનગર પોલીસે ખોલડીયાદની સીમમાં આવેલા ખેતરમાં સાંઠીઓના ઢગલાની આડમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ૨ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે રતનપર વિસ્તારમાં આવેલા મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. પોલીસે કુલ ૭૩,૫૦૦નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.રતનપર પાટીદાર ટાઉનશીપમાં રહેતા મયુર વનરાજસિંહ ચાવડાએ ભાડાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે સંગ્રહ કર્યો હોવાની બાતમી મળતા પીએસઆઇ એન.એચ.કુરેશી, હેમદીપભાઇ, ચમનલાલ, ભરતભાઇએ દરોડો કરતાં અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો કિંમત રૂ.૨૯,૩૦૦નો જથ્થો મળી આવ્યો હતો. જ્યારે આરોપી મયુર ચાવડા ફરાર થયો હતો. જ્યારે વઢવાણ તાલુકાના ખોલડીયાદની સીમમાં વાડીમાં સાંઠીઓની આડમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી પ્યારાસીંગ હીરાલાલ દાવર અને સંજય ઉર્ફે શાહરૂખ વરસીંગભાઇ સીંધવને ૩૪,૪૦૦ ની કિંમતના વિદેશી દારૂ તથા બે મોબાઇલ સહીત કુલ ૪૪,૪૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS