દાન નથી લેવું, આદર સાથે કામ કરી અને પૈસા કમાવા છે, સુરેખા સિકરી

  • August 01, 2020 09:37 AM 248 views

 

અભિનેત્રી સુરેખા સિકરીએ પોતાના અભિનયથી દરેકના હૃદયમાં એક અલગ સ્થાન બનાવ્યું છે. સુરેખાએ ઉંમરના આ તબક્કે તેની શ્રેષ્ઠ અભિનય કલાનું પ્રદર્શન અનેક ફિલ્મોમાં બતાવ્યું છે. તેમણે ટીવી પર કરેલા શોમાં પણ આગવી છાપ છોડી છે. તાજેતરમાં આવેલી ફિલ્મ બધાઈ હો માટે તેમને નેશનલ એવોર્ડથી પણ સન્માનિક કરાયા છે. પરંતુ કોરોના કાળમાં આ અભિનેત્રી પણ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. આ સમયે તેમની પાસે વધુ કામ નથી. તેમાં પણ સરકારે 65 વર્ષથી વધુની ઉંમરના એક્ટર્સને કામ કરવાની મનાઈ કરી છે તે વાત પર સરકાર પર રોષ ઠાલવ્યો છે. 
 

સુરેખા સિકરીએ તાજેતરમાં આપેલા ઇન્ટરવ્યુમાં મહારાષ્ટ્ર સરકાર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. સુરેખા શૂટિંગ દરમિયાન 65+ લોકો માટે બનાવેલી માર્ગદર્શિકાથી ખુશ નથી. તેમના મતે દરેકને સન્માનથી કમાવવાનો અધિકાર છે. આ નિયમને તે અન્યય ગણી રહ્યાં છે. હવે આ સમયે કારણ કે સુરેખા સિકરીની તબિયત બહુ સારી નથી તેમની દવાઓનો ખર્ચ પણ વધારે હોય છે. તેમણે કહ્યું હતું કે તેમને કેટલીક ઓફર મળી રહી છે, પરંતુ બધી જાહેરાત છે. તેનાથી મારો ખર્ચ ન નીકળી શકે કારણ કે મારે દવા અને અન્ય આરોગ્યલક્ષી ખર્ચ પણ જોવાના હોય.


થોડા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે સુરેખા સિકરી કેટલાક લોકો પાસેથી આર્થિક મદદ લે છે. આ સંદર્ભે અભિનેત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે તેને કોઈ ચેરિટી નથી જોઈતી. તે કહે છે  ઘણા લોકોએ મને મદદ કરવાની ઓફર કરી છે પરંતુ મારે કોઈની પાસેથી દાન નથી જોઈતું. હું આદર સાથે કામ કરીને પૈસા કમાવવા માંગું છું. આ સમયે ઘણા લોકો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે.  

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application