સુરતના ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મી અને હત્યારાએ ફાંસીને સુપ્રીમમાં પડકારી

  • February 14, 2020 11:28 AM 47 views

દિલ્હીમાં નિર્ભયા કેસના આરોપીઓની ફાંસી કાયદાકીય ગુંચવાડામાં ફસાઈ છે ત્યારે ગુજરાતમાં સુરતની ત્રણ વર્ષની બાળકીનો રેપિસ્ટ અનિલ યાદવ પણ ફાંસીની સજામાંથી છટકવાની તૈયારી કરી રહ્યો છે. આ આરોપીની ફાંસીની સજાને હાઇકોર્ટની બહાલીથી સેસન્સ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે.


આ સિવાય ડેથ વોરન્ટ જારી કરીને ૨૯મી ફેબ્રુઆરીએ ફાંસી આપવા હત્પકમ કર્યેા છે જેના પગલે અમદાવાદની સાબરમતી જેલમાં આરોપીને ફાંસી આપવા તૈયારીઓ શ થઇ છે. જોકે હવે માહિતી મળી છે કે આરોપીએ ફાંસીની સજાને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. અનિલ યાદવના આ પગલાને કારણે તેની ફાંસીની સજાની તારીખ વિલંબમાં મુકાઈ શકે છે.


બાળકીનો પરિવાર જે મકાનમાં રહેતો હતો તેના નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવે બાળકી પર સૃષ્ટ્રિ વિધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચયુ હતું. બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું.


 હત્યા કર્યા પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી. પોલીસે બધં મકાનનું તાળું તોડતા બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પોતાના વતન ભાગી ગયો હતો.


 આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો. સીસીટીવી ફટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના મમાંથી મળી આવી હતી.


 ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારના આદેશને પગલે સ્પિડ ટ્રાયલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે સરકારે તો બે જ અઠવાડિયામાં કેસના નિકાલનો આદેશ કર્યેા હતો.
અનિલ યાદવે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે દુષ્કર્મ પહેલા ૧૪ ઓકટોબરની રાત્રે મોબાઇલ પર અશ્લિલ વીડિયો જોયા હતા ત્યાર બાદ સાડા ત્રણ વર્ષની બાળકી મમાં આવી જતા બાળકી સાથે દુષ્કર્મ આચયુ અને ત્યારબાદ તેની હત્યા કરીને ટ્રેન મારફતે બિહાર પોતાના વતન ભાગ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application