સુરતીલાલાઓને પોલીસએ પકડાવ્યા  ‘અમે સમાજના દુશ્મન છીએ’ લખેલા બોર્ડ, આ છે કારણ

  • March 24, 2020 01:22 PM 2017 views

 

સુરતમાં કોરોના વાયરસના આજે વધુ કેસ નોંધાયા છે. તેમ છતાં લોકો લોકડાઉન પ્રત્યે ગંભીર થતા નથી અને જાહેર રસ્તા પર નીકળી પડે છે. આવી સ્થિતિમાં સુરત પોલીસએ એક નવતર પ્રયોગ કરી લોકોને જાગૃત કરવા કર્યો છે.  જે સુરતી લાલાઓ શહેરમાં કારણ વિના બહાર નીકળી પડે છે તેને પોલીસ ‘અમે સમાજના દુશ્મન છીએ’ એવું બોર્ડ પકડાવી ફોટા પડાવે છે અને તેમને સમાજના વિરોધી તરીકે ફોટો જાહેર કર્યા હતા.