સુરત પાલિકાનો નિર્ણય, કોરોન્ટાઈનનો ભંગ કરશે તેને થશે 25000નો દંડ

  • March 23, 2020 04:09 PM 545 views

 

કોરોના વાયરસના કારણે હવે ગુજરાતમાં પણ લોકોનો ભય વધ્યો છે. તેમ છતાં કેટલાક લોકો બેજવાબદારી પૂર્વક વર્તન કરે છે. સરકારના તમામ પ્રયત્નો અને આદેશનું ઉલ્લંઘન કરી લોકડાઉન હોવા છતાં બહાર ફરવા નીકળી પડે છે. એટલું જ નહીં તંત્ર માટે તો કોરોન્ટાઈન પીરિયડમાં રહેતા લોકો પણ માથાનો દુખાવો બની રહ્યા છે. તેવામાં સુરત મહાનગરપાલિકાએ એક મહત્વની જાહેરાત કરી છે. 

 

સુરત મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે કોરોન્ટાઈન કરેલા લોકો જો બહાર ફરતા જોવા મળશે તો તેમને 25000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનિધિ પાનીએ કહ્યાનુસાર જે લોકો બહારના દેશમાંથી આવ્યા છે અને કોરોન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે તે જો આ પીરિયડનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ એપેડેમિક ડીસીઝ એક્ટ 1897 હેઠળ કાર્યવાહી થશે અને 25000નો દંડ વસુલવામાં આવશે.