સોશિયલ ડિસ્ટંસ નહીં જાળવનાર 247 લોકોને સુરત મનપાએ ફટકાર્યો દંડ, દેશની પહેલી ઘટના

  • April 06, 2020 07:29 PM 609 views

 

સુરતમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 19 થઈ ચુકી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં પણ સતત નવા કેસ નોંધાઈ રહ્યા છે તેવામાં સુરત પોલીસ ઉપરાંત મહાનગરપાલિકા પણ કડક પગલા ભરી રહી છે. 

 

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગએ આજે 247 લોકો પાસેથી દંડ વસુલ્યો છે. આ લોકો એવા છે જેમણે લોકડાઉનમાં જાહેર કરાયેલા સોશિયલ ડિસ્ટંસના નિયમનો ભંગ કર્યો છે. વિભાગએ દરેક વ્યક્તિને 100-100 રુપિયાનો દંડ ફટકાર્યો છે. 
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application