સૂરતના શ્રમિકોનો કરાશે હવે મફતમાં કોરોના રેપિડ ટેસ્ટ

  • August 13, 2020 12:33 PM 1156 views

ગુજરાતમાં કોરોના વાઈરસનાં વધતા કેસોને જોતા સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રી કિશોર કાનાણીએ જણાવ્યું કે જે ડાયમંડ કારીગરો અને મજૂરોનો રેપિડ કોરોના ટેસ્ટ કરવામાં આવશે તેમની પાસેથી પૈસા નહીં લેવાય. હાલમાં રેપિડ ટેસ્ટ માટે 750 રૂપિયા વસૂલવામાં આવે છે.

 

રેપિડ ટેસ્ટના ભાવને લઈને થયેલા વિવાદને પગલે સ્વાસ્થ્ય મંત્રી  કાનાણીએ સૂરત નગર નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. તેમાં નિર્ણય લેવામાં આવ્યો કે SMC દ્વારા કારીગરો અને મજૂરોનો મફતમાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે. પરંતુ જો તેઓ કોઈ પ્રાઈવેટ લેબમાં ટેસ્ટ કરાવે તો 100 રૂપિયા ભરવા પડશે.

 

અનલોક 3.0 પછી સૂરતમાં પ્રવાસી મજૂરોનો ધસારો જોવા મળી રહ્યો છે. આથી કોરોનાના પ્રસારને રોકવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેપિડ કોરોના ટેસ્ટ બાબતે હીરા અને કાપડ ઉદ્યોગના શ્રમિકો દ્વારા ઘણાં સમયથી વિરોધ ચાલી રહ્યો હતો. તેના હલસ્વરૂપે આ બેઠક યોજવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application