સુરત શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન-ર૦૩પને સરકારની મંજૂરી 

  • October 28, 2020 02:10 AM 866 views

સુરત મહાનગર માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. સુરત શહેરના વિકાસ નકશા-ડેવલપમેન્ટ પ્લાન-ર૦૩પને મુખ્યમંત્રીએ મંજૂર કર્યો છે. જેના કારણે સુરત મહાનગરપાલિકા અને સુડાની કુલ ૧૦૮પ ચો.કિ.મી. વિસ્તારના ફાયનલ ડેવલપમેન્ટ પ્લાનને સરકારની મંજૂરી મળી છે. 

છેલ્લા ૩૦ વર્ષથી રિઝર્વેશનમાં રખાયેલી જમીનો મુકત થતાં ખેડૂતો-જમીન માલિકોને વિકાસના સપના સાકાર કરવાની નવી દિશા ખોલવામાં આવી છે.  હવે આશરે ૮પ૦ હેકટર્સ જમીન બાંધકામ અને વિકાસ માટે ઉપલબ્ધ થશે. DP મંજૂર થતાં સુરત મહાનગર માટે વિકાસની અઢળક તકો ખૂલશે. અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવેની બેય બાજુ ૧ કિ.મી.ના કામરેજથી પલસાણા સુધીના પ૦ ચો. કિ.મી. વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ અને કોમર્શીયલ ડેવલપમેન્ટ થઇ શકશે.  

પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદ-મુંબઇ બૂલેટ ટ્રેનના સુરત નજીકના સૂચિત ભવ્ય સ્ટેશન અંતરોલી અને તેની આસપાસના વિસ્તારમાં હાઇડેન્સીટી રેસીડેન્શીયલ-કોમર્શીયલ ડેવલપમેન્ટ માટે નવી દિશા
 ખૂલશે. કામરેજ-પલસાણા કોરીડોર અંતરોલી હાઇસ્પીડ કોરીડોર જેવી અતિ મહત્વપૂર્ણ દરખાસ્તોને અંતિમ મંજૂરી મળવાથી બૂલેટ ટ્રેન, મેટ્રો રેલ્વે અને ટ્રાન્સપોર્ટ ફેસેલિટીઝ માટે નવી ક્ષિતીજોનો પ્રારંભ થશે. સુરત મહાનગરમાં વધુ સુવિધાસભર આંતરમાળખાકીય સવલતો સાથે સ્માર્ટ સિટીના નિર્માણમાં વેગ લાવવામાં મુખ્યમંત્રીનો આ નિર્ણય અત્યંત ઉપકારક નિવડશે
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application