સુરતની બાળકીના દુષ્કર્મીને સાબરમતીમાં ફાંસી નિચ્છિત

  • February 05, 2020 02:28 PM 40 views

દિલ્હીમાં નિર્ભયા કેસના આરોપીઓની ફાંસી કાયદાકીય ગુંચવાડામાં ફસાઈ છે ત્યારે ગુજરાતમાં સુરતની ત્રણ વર્ષની બાળકીના રેપિસ્ટ અનિલ યાદવને ૨૯ ફેબ્રુઆરીએ અમદાવાદની સાબરમતી જેલમાં ફાંસીના માંચડે ચડાવી દેવામાં આવશે. આ આરોપીની ફાંસીની સજાને હાઇકોર્ટની બહાલીથી સેસન્સ કોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે. આ સિવાય ડેથ વોરન્ટ જારી કરીને ૨૯મી ફેબ્રુઆરીએ ફાંસી આપવા હત્પકમ કર્યેા છે જેના પગલે અમદાવાદની સાબરમતી જેલમાં આરોપીને ફાંસી આપવા તૈયારીઓ શ થઇ છે.ઘણાં વર્ષેા બાદ સાબરમતી જેલમાં કોઇ આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે. ૨૯મી ફેબ્રુઆરીએ ફાંસી આપવાના કોર્ટના  પગલે અમદાવાદની સાબરમતી જેલમાં વર્ષેાથી જર્જરીત અવસ્થામાં મૂકાયેલી ફાંસીની ખોલીનું સમારકામ અને કલરકામ પણ શ કરી દેવામાં આવ્યુ છે.


પંજાબ,હરિયાણા,ઉત્તરાખડં સહિત અન્ય રાજયની જેમ ગુજરાતમાં વર્ષેાથી જલ્લાદ જ નથી. આ જોતાં આરોપીને ફાંસી આપવા માટે નિર્ભયા કેસમાં ય મેરઠના પવન જલ્લાદની મદદ લેવાઇ હતી. હવે ગુજરાતના જેલ સત્તાધીશોએ પણ જલ્લાદ માટે તિહાર અને યવરડા જેલનો સંપર્ક સાધ્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષેા પહેલાં રાજકોટ અને વડોદરામાં જેલમાં ફાંસી અપાઇ ત્યારે યરવડા જેલમાંથી જ જલ્લાદ બોલાવાયા હતાં. આ ઘટનાની વાત કરીએ તો બાળકીનો પરિવાર જે મકાનમાં રહેતો હતો તેના નીચેના મકાનમાં જ રહેતા અનિલ યાદવે બાળકી પર સૃષ્ટ્રિ વિધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચયુ હતું. બાળકી મોટા અવાજે રડવા લાગતા ગભરાયેલા અનિલે તેનું ગળું દબાવી દીધું હતું. હત્યા કર્યા પછી લાશને પ્લાસ્ટિકના કોથળામાં પેક કરી તેના પર બે ડોલ મૂકી દીધી હતી. પોલીસે બધં મકાનનું તાળું તોડતા બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી પોતાના વતન ભાગી ગયો હતો. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો.

 

સીસીટીવી ફટેજ ચકાસ્યા બાદ આરોપીની ઓળખ થઇ હતી અને બાળકીની લાશ પણ આરોપીના મમાંથી મળી આવી હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારના આદેશને પગલે સ્પિડ ટ્રાયલનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે તે સમયે સરકારે તો બે જ અઠવાડિયામાં કેસના નિકાલનો આદેશ કર્યેા હતો. અનિલ યાદવે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેમણે દુષ્કર્મ પહેલા ૧૪ ઓકટોબરની રાત્રે મોબાઇલ પર અશ્લિલ વીડિયો જોયા હતા ત્યાર બાદ સાડા ત્રણ વર્ષની બાળકી મમાં આવી જતા બાળકી સાથે દુષ્કર્મ આચયુ અને ત્યારબાદ તેની હત્યા કરીને ટ્રેન મારફતે બિહાર પોતાના વતન ભાગ્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application