સુરતમાં આયુષ હોસ્પિટલના 5માં માળે લાગી આગ, સમયસર કોરોના દર્દીઓનો થયો બચાવ, કોઈ જાનહાનિ નહીં

  • April 26, 2021 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

સુરતમાં આવેલા ડોક્ટર હાઉસના પાંચમા માળે આવેલી આયુષ હોસ્પિટલમાં આગ લાગી હતી. હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં આગ લાગી હતી. આગ મોડી રાત્રે શોર્ટ સર્કિટ થવાથી લાગી હતી. હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. 

 

 

આગ લાગી તે સમયે વોર્ડમાં 12 કોરોનાના દર્દી સારવાર હેઠળ હતા. જો કે સમયસર તેમને હોસ્પિટલમાંથી બહાર કાઢી અને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. 

 

 

આગને ફાયર ફાઈટરે થોડી કલાકમાં કાબૂમાં લીધી હતી. આગ લાગતા હોસ્પિટલનો સ્ટાફ અને અન્ય કર્મચારી અગાસી પર પહોંચી ગયા હતા. આ આગને શહેરના 6 ફાયર સ્ટેશનના વાહનોએ કાબૂમાં લીધી હતી. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS