૭ વર્ષથી નાસતો ફરતો વાહન ચોરીનો આરોપી અંતે ઝડપાયો

  • March 21, 2020 03:17 PM 676 views

સુરત : ૭ વર્ષથી નાસતો ફરતો વાહન ચોરીનો આરોપી અંતે ઝડપાયો

સુરતમાં ફોર વ્હિલરની ચોરીના ગુન્હાઓમાં છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા રીઢા ગુનેગારને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો

સુરતમાં દિવસેને દિવસે કાર ચોરીની ઘટનાઓ વધતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને બાતમી મળતા છેલ્લા સાત વર્ષથી નાસતા ફરતા સુરેશ સેલડિયા નામના રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો હતો. આરોપીએ કબૂલાત આપતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાંથી કારની ચોરી કરી તેને ગુજરાતમાં વેચતો હતો.