સી–પ્લેન સર્વિસનું સુરસુરીયું: ૭૫ દિવસ બાદ પણ સી–પ્લેન માલદિવથી પરત નથી ફર્યું

  • June 23, 2021 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદથી કેવડિયા વચ્ચે સી–પ્લેનની શઆત તો કરવામાં આવી. પરંતુ મેંટેનસં માટે નવ એપ્રિલે માલદીવ ગયેલ સી–પ્લેન હજુ પણ પરત ન આવતા સી–પ્લેન સર્વિસનું સુરસુરીયુ થયુ હોય તેમ લાગી રહ્યું છે. મુલાકાતીઓ માટે કેવડિયા ખુલ્યુ પણ સી–પ્લેન સેવા બધં છે. દેશમાં પ્રથમવાર અમદાવાદ સાબરમતી રિવરફ્રંટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સુધી એક નવેમ્બર ૨૦૨૦થી સી–પ્લેન સફર કરાઈ હતી.

 


સી–પ્લેનના મેંટેનંસનની પૂર્ણ સુવિધા અમદાવાદમાં ન હોવાથી તેને દર એક દોઢ મહિને મેંટેનસં માટે માલદીવ મોકલાય છે. લાઈંગ અવર પૂરા થતા લાઈટ ઓપરેટર સ્પાઈસ જેટે નવ એપ્રિલે સી–પ્લેનને માલદીવ મોકલ્યુ હતુ. હાલ રાયમાં કોરોનાના કેસમાં ઘટાડો થતા મુલાકાતીઓ માટે કેવડિયા ખોલી દેવાયું છે. છતા સી–પ્લેન ૭૫ દિવસે પણ પરત નથી આવ્યુ. હવે કોરોના કેસ ઘટવા છતા હજુ સુધી સી–પ્લેનનું સંચાલન કયારથી શ કરવુ તેનો કોઈ નિર્ણય લેવાયો નથી તેવુ એયરલાઈંસે જણાવ્યું છે.

 


સરદાર પટેલની જન્મ જયંતિ ૩૧મી ઓકટોબર, ૨૦૨૦ના રોજ વડાપ્રધાને દેશના પ્રથમ પેસેન્જર સી– પ્લેન સેવાની શઆત કરાવી હતી. પીએમ મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રિવર ફ્રન્ટ પહેલી સફર માણી હતી. ૫૦ વર્ષ જૂનું રજિસ્ટ્રેશન નંબર ૮ચ–ઈંજઈ ધરાવતું આ સી– પ્લેન માલદીવ્સથી કોચી, ગોવા અને કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. ત્યાર બાદ વડાપ્રધાને તેની શઆત કરાવી હતી.

 


નોંધનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીને વધારે ખૂબસુરત બનાવવા માટે રાજ્ય સરકાર વિંધ્યાચલ અને સાતપુડાની ગિરિમાળામાં ૬૨ કરોડના ખર્ચે રોપ–વે બનાવી રહી છે જે પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બનશે. આ રોપ–વે પાંચ સહાયક ટાવર સાથે એલિવેટેડ હશે અને તેની ઉંચાઇ બંધની ઉંચાઇથી વધુ હશે.

 


આ જગ્યાએ સફારી પાર્ક, કેકટસ ગાર્ડન, લાવર ઓફ વેલી, રિવર રાટીંગ, બટરલાય પાર્ક, ટેન્ટસિટી, એમ્યુઝમેન્ટ પાર્ક, સી–પ્લેન સહિતના પ્રોજેકટ શ કરવામાં આવ્યા છે. આ પ્રોજેકટ પાછળ સરકારે કુલ ૪૦૦૦ કરોડ પિયાનું રોકાણ કયુ છે.

 


સરદાર સરોવર નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષે ૫૦ લાખથી વધુ પ્રવાસીને આકર્ષવા માટે બે ગિરિમાળાને જોડતો વિશ્વકક્ષાનો રોપ–વે પ્રોજેકટ શ કરવામાં આવ્યો છે, જેમાં યુરોપિયન ડિઝાઇન ટેકનોલોજી અને સ્ટાન્ડર્ડ પ્રમાણે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી કેકટસ ગાર્ડને જોડતો રોપ–વે બનશે જે ૧.૨૫ કિલોમીટર લાંબો હશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS