ખંભાળિયા : સુરજકરાડીના યુવાનનું બુલેટ અકસ્માતમાં મૃત્યુ
માટીની પાળીની આડસ પાસેથી ટપાડવા જતા પડી ગયા
મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા અનિલભા જોધાભા માણેક નામના યુવાન થોડા દિવસો પૂર્વે તેમના જી.જે. ૩૭ એન. ૮૧૨૩ નંબરના બુલેટ મોટરસાયકલ પર બેસીને સુરજકરાડીથી ઉદ્યોગનગરમાં જઈ રહ્યા હતા. અહીં માર્ગમાં ગટરનું કામ ચાલી રહ્યું હતું અને રસ્તામાં માટીની પાળીની આડસ કરી હતી. જે ટપાડવા જતા અનિલભા અહીં બુલેટ સાથે પડી ગયા હતા.
આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત અનિલભા માણેકને હોસ્પિટલમાં અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ સુનિલભા જોધાભા માણેક (ઉ.વ. ૨૫, રહે. સુરજકરાડી)એ મીઠાપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application